— કોપર વાયર ના અલગ અલગ પ્રકારના બંડલો આશરે કિંમત 11,95,337/- લાખ ના મુદામલ ની ચોરી :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા ના નંદાસણ પોલીસ મથકનાં માં આવેલ કમલા અમૃત ઇન્ડસ્ટ્રીયલ એરિયા ના ગોડાઉન ના પાછળ ના ભાગના પત્તરૂ ખોલી ને ગોડાઉન માંથી કોપર વાયરના બંડલો તથા કોપર
રિવેટ તથા કોપરપિન વગેરે કોપર મટીરીયલ મળી આશરે 11,95,337/- લાખની ચોરી કરી ને તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા.

કોપર મટીરીયલ તેમજ વાયરોના ઉપયોગ હાલમાં પાલનપુર મહેસાણાના ભાન્ડુ વગેરે જગ્યાએ જે રેલ્વે પ્રોજેક્ટ ના વિધુત કરણ માં આ કોપર વાયરના બંડલો નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તારીખ 29-4-2022 ના રોજ સવારે સ્ટોર ઇન્ચાર્જ નો ફોન આવેલ કે ઇન્દ્રાડ કમલા અમૃત ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉનમાં પાછળ ના ભાગના પતરા તોડી તેમાં થી કોપરના બંડલ તથા કોપર મટીરીયલ ની ચોરી થઈ હતી. અને ગોડાઉનમાં પડેલ અલગ પ્રકારના કોપર વાયર ના બંડલો ની આશરે કિંમત 11,95,337 /- લાખની ચોરી થઈ હતી .
જેમાં ચોરીનો બનાવ તારીખ 29-4-2021 ના રોજ રાત્રી ના પોણા બે વાગ્યા થી પોણા ત્રણ વાગ્યા દરમ્યાન તસ્કરો હાથ ફેરો કરી ને રફુચક્કર થઇ ગયા હતા. અને સમગ્ર ધટના ગોડાઉન માં લગાવેલ સીસી. ટીવી કેમેરામાં તસ્કરો જોવા મળ્યા હતા અને ગોડાઉન માંથી તપાસ કરતા કોપર વાયર ના મળતા નંદાસણ પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યા હતો અને નંદાસણ પોલીસ એ સી.સી. ટીવી કેમેરામાં ની મદદ થી તસ્કરો ની ઝડપી પાડવા તપાસ નો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી