ગરવી તાકાત પાટણ : રાધનપુર તાલુકાના ગોતરકા ગામે આવેલી સુપ્રસિદ્ધ દાદા મહાવલી પીરની દરગાહમાં ચોરીની ઘટના સામે આવી અજાણ્યા તસ્કરોએ દરગાહના મુખ્ય ગેટ અને દાનપેટીના તાળા તોડી આશરે 46,000 રૂપિયાની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા આ મામલે દરગાહના મુજાવર જાફરશા અબ્દુલશા ફકીરે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ચોરીની આ ઘટના ગત તારીખ 14 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રિના 10:30 કલાકથી 15 ડિસેમ્બર, 2025ના સવારના 06:30 કલાક દરમિયાન બની.
![]()
15મી ડિસેમ્બરની સવારે દરગાહમાં સેવા આપતા મુજાવર જાફરશા નમાજ પઢવા ગયા ત્યારે ગામના એક શ્રદ્ધાળુએ દરગાહનો મુખ્ય ગેટ ખુલ્લો હોવાની જાણ કરી તપાસ કરતા માલુમ પડ્યું કે અજાણ્યા તસ્કરોએ દરગાહના મુખ્ય દરવાજા તેમજ અંદરના દરવાજાના નકુચા અને તાળા તોડી પ્રવેશ કર્યો દરગાહની અંદર રાખવામાં આવેલી દાનપેટી પણ તૂટેલી હાલતમાં મળી આવી ગાદીપતિ ખિદમદઅલીશા પીરસાહેબ દ્વારા આ દાનપેટીમાંથી આશરે 46,000 રૂપિયાની રોકડ ચોરાઈ હોવાનું જણાવાયું.

આ બનાવ અંગે શરૂઆતમાં સ્થાનિક કક્ષાએ શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ કોઈ ભાળ ન મળતા આખરે તારીખ 31 ડિસેમ્બર, 2025ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. રાધનપુર પોલીસે આ મામલે બી.એન.એસ. કલમ 305(a), 331(3) અને 303(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ કેસની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર હર્ષદભાઈ વિરમભાઈ ચૌધરી ચલાવી રહ્યા.


