— પરીવાર ઘરના ઉપરના માળે સુવા ગયો નીચેના માળમાં તસ્કરો ત્રાટક્યા
— ગણતરીના દિવસોમાં ચોરીની બીજી ઘટનાથી રહીશોમાં ફફડાટ
કડી શહેરના જાસલપુર રોડ ઉપર આવેલ જન્નત સિટી સોસાયટીમાં ગણતરીના દિવસોમાં તસ્કરોએ બીજી વાર ત્રાટક્યા હતા.વારંવાર ચોરીની ઘટનાઓથી વિસ્તારના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
કડી શહેરમાં દિન પ્રતિદિન લૂંટ અને ચોરી જેવી ઘટનાઓમાં વધારો થયી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.કડી પોલીસ જૂની ચોરીની ઘટના ઉકેલી નથી રહી ત્યાં ગણતરીના દિવસોમાં બીજી ચોરીથી રહીશોમાં ગભરાટ ફેલાયો છે.શહેરના જાસલપુર રોડ ઉપર આવેલ જન્નત સિટી સોસાયટીમાં ગણતરીના દિવસોમાં બીજી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે.
જન્નત સિટી સોસાયટીમાં રહેતા સલમાનભાઈ ફરી બલોચ રવિવારે રાત્રે ઘરના ઉપરના માળે સુવા ગયા હતા.પરીવાર સાથે ઉપર સૂતા હતા ત્યારે નીચેના માળે રહેલ રૂમના દરવાજાનું લોક તોડી તસ્કરો
ત્રાટક્યા હતા.તસ્કરોએ ઘરમાં પડેલ રોકડ રકમ આશરે 35,000 તથા ચાંદીના સિક્કા નંગ 3 લઈ ફરાર થયી ગયા હતા. પરીવારે સવારે ઉઠી નીચે આવી જોતા ઘરના દરવાજાનું લોક તૂટેલ હાલતમાં જોતા સ્થાનિક પોલીસ ને જાણ કરી હતી. પોલીસે સોસાયટીમાં લગાવેલા કેમેરામાં તસ્કરો કેદ થયા હોવાથી સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.કડી પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રાટક્યા હતા.તસ્કરોએ ઘરમાં પડેલ રોકડ રકમ આશરે 35,000 તથા ચાંદીના સિક્કા નંગ 3 લઈ ફરાર થયી ગયા હતા. પરીવારે સવારે ઉઠી નીચે આવી જોતા ઘરના દરવાજાનું લોક તૂટેલ હાલતમાં જોતા સ્થાનિક પોલીસ ને જાણ કરી હતી. પોલીસે સોસાયટીમાં લગાવેલા કેમેરામાં તસ્કરો કેદ થયા હોવાથી સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.કડી પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.*તસ્કરોએ જન્નત સિટી ના D વિભાગમાં ત્રણ મકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો*
શહેરના જાસલપૂર રોડ ઉપર આવેલ જન્નત સિટી સોસાયટીમાં તસ્કરોએ ફૂલગુલાબી ઠંડીનો લાભ લઈ એક મકાનમાં હાથફેરો કર્યો હતો.તસ્કરોએ સોસાયટીમાં ડી વિભાગમાં પણ ત્રણ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.લોકોના સદનસીબે બીજા મકાન માંથી તેમને કંઈ હાથ લાગ્યું નહોતું.સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હતા.
તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી


