કડી તાલુકાના નાનીકડી વિસ્તારની એક સોસાયટીમાં ઉતરાયણના પર્વમાં બહાર ફરવા ગયેલા એસ.ટી.બસના ડ્રાઈવર અને ખાનગી કંપનીમાં નોકરી કરનાર વ્યક્તિના ઘરમાં ઠંડીનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો અયોધ્યા નગર સોસાયટી વિભાગ 2ના ત્રણ મકાનમાં હાથ ફેરો કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા.
કડી તાલુકામાં દિન-પ્રતિદિન ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તસ્કરો શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવી બંધ મકાનોને નિશાન બનાવી ઘર તોડી રહ્યા છે. નાની કડી વિસ્તારની અયોધ્યા નગર સોસાયટી વિભાગ 2માં વાસી ઉતરાયણના દિવસે બંધ મકાનનો લાભ લઈ ચારથી પાંચ તસ્કરોએ સોસાયટીના ત્રણ મકાનનાં તાળાં તોડી સોનાનો દોરો, વીંટી, પેંડલ અને ચાંદીના કડા, સેરો સહિતની રોકડ રકમ ઉઠાવી ગયા હતા.
બહાર ફરવા ગયેલા મકાન માલિકોને પડોશીએ જાણ કરી હતી કે તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં છે અને અંદર ચોરી થઈ હોવાની આશંકા છે. જેથી મકાન માલિકોએ પોતપોતાના ઘરે તપાસ કરતા ચોર મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર રહેલી તિજોરી તોડી અંદર પડેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી ગયા હતા. મકાન માલિકોએ કડી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નાની કડી વિસ્તારની અયોધ્યા નગર સોસાયટી વિભાગ ૨ માં એક જ રાતમાં ત્રણ મકાનના તાળાં તૂટવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેના લીધે પોલી
સ ઘટના સ્થળે પહોંચી હતી. ચોરી થયેલા મકાનની બાજુના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આશરે ચારથી પાંચ તસ્કરો મધ્યરાત્રિએ આંટાફેરા મારતા કેદ થયા હતા, જેની મદદથી પોલીસે તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે
તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી


