અજાણ્યા શખ્સ સામે 86000 ની મત્તા ની ચોરી ની ફરિયાદ
ચોરો હવે દિવસે ને દિવસે મોટા પ્રમાણમાં ચોરી કરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે હવે ચોરો ધાર્મીક સ્થળોને પણ ચોરી કરવામાં બાકી રાખતા નથી તેથી પોલીસ મંદીરનું છતર ચોરનારને ઝડપી લાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સેડફા ગામમાં આવેલા મંદિરમાં દિવસ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો મંદિરમાં પ્રવેશ કરી માતાજીને બાધાના ચડાવેલા રૂપિયા 86 હજારના ચાંદીના છતરની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા . આ સમગ્ર મામલે બાવલું પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કોરોના મહામારી દરમિયાન જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરો બેફામ બન્યા છે.
શહેરી વિસ્તારોથી હવે ચોરો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીને અંજામ આપવા લાગ્યા છે . જેમાં કડી તાલુકાના સેડફા ગામમાં આવેલા ચામુંડા માતાના મંદિરને ચોરીએ નિશાન બનાવ્યું હતું . દિવસ દરમિયાન અજાણ્યા ઈસમો મંદિરમાં પ્રવેશી મંદિરમાં અગાઉ ચડાવવામાં આવેલા માનતાના છતરની ચોરી કરી છે . ગામમાં રહેતા એક વ્યક્તિ સાંજે મંદિરમાં દર્શન કરવા ગયા હતા એ દરમિયાન મંદિરમાં 2013 ની સાલમાં ચડાવવામાં આવેલી 1 કિલો 250 ગ્રામ ચાંદીની છતર અને બીજી 400 ગ્રામની છતર તેમજ બીજી 100 ગ્રામની કુલ 5 જેટલી છતરભેટમાં આવેલી હતી . જે મંદિરમાં નજરે ના પડતા આસપાસના લોકોને જાણ કરતા આજુબાજુમાં શોધખોળ કરી હતી , પરંતુ ક્યાંક છતર ના મળતા ગામ લોકોએ કુલ રૂપિયા 86 હજારના મત્તાની ચોરી થયાની ફરિયાદ બાવલું પોલીસમાં નોધાવી હતી.