ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામની સીમમાંથી SMCની ટીમે વિદેશી દારૂ ભરેલી એક ઇનોવા કાર ઝડપી પાડી બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 17,96,312નો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી જ્યારે અન્ય ચાર શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી SMCના હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર રતનસિંહને માહિતી મળી હતી કે રાજસ્થાનના સાંચોરથી ઇનોવા કાર (નંબર GJ-01-RZ-1778)માં દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો.

આ બાતમીના આધારે પોલીસે કાકોશી ચોકડી પાસે વોચ ગોઠવી પોલીસને જોઈને ઇનોવા કારના ચાલકે ગાડી ઉમરૂ ચોકડીથી સેદ્રાણા ગામ તરફ હંકારી મૂકી પોલીસે પીછો કરતા ચાલકે ગાડી ખેતરમાં ઉતારી દીધી ત્યાંથી પોલીસે રડમલરામ ઉર્ફે આર.ટી. ઠાકરીરામ રબારી અને પારસારામ મહેરારામ રબારી નામના બે શખ્સોને ઝડપી પાડ્યા કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 MLની કુલ 3974 બોટલો મળી આવી જેની કિંમત રૂ. 7,85,812 થાય.
![]()
તપાસમાં એ પણ સામે આવ્યું કે ઇનોવા કાર પર લગાવેલી નંબર પ્લેટ GJ-01-RZ-1778 ખોટી અને તેનો અસલી નંબર GJ-23-CE-0190 પોલીસે રૂ. 10,00,000ની ઇનોવા કાર, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરી પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો વાસુભા ઉર્ફે ગુલાબસિંહ વાઘેલા અને વાદલ ઉર્ફે કેતનસિંહ વાઘેલાએ ભરાવી આપ્યો દિનેશ જોરાભાઈ રબારી નામનો શખ્સ ઇકો ગાડીમાં પાયલોટિંગ કરી રહ્યો અને આ જથ્થો અમદાવાદમાં મહેશ ઠાકોરને પહોંચાડવાનો કાકોશી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


