ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાહવા ગામ નજીક SMC દ્વારા કરવામાં આવેલ દરોડામાં ભારે માત્રામાં પ્રતિબંધિત IMFL દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો PSI વી. એન. જાડેજાની આગેવાનીમાં થયેલા આ ઓપરેશનમાં કુલ રૂ. 1,88,43,700ના મુદામાલનો જથ્થો કબજે લેવામાં આવ્યો પોલીસે આપેલી માહિતી મુજબ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાહવા ગામ પાસે પ્રતિબંધક દારૂની હેરફેર થતી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો જેમાં કુલ 18,651 IMFL બોટલો મળી આવી.

જેની કિંમત આશરે રૂ. 1.38 કરોડ જેટલી થાય આ દારૂ પંજાબ અને ચંદીગઢ એમ ચાર જુદી-જુદી જગ્યાએથી બનાવવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી આ સાથે જ બે વાહનો (કિંમત રૂ. 50 લાખ), 2 મોબાઇલ, રોકડા રૂ. 890, કવરિંગ મટિરિયલ રૂ. 23,500, તેમજ અન્ય રૂ. 2,500નો મુદ્દામાલ કબજે લેવાયો આ દરોડામાં પોલીસે રાજસ્થાનના બીકાનેર જિલ્લાના કોલાયત તાલુકાના નાળ ગામના રહેવાસી હરિકિશન મદનલાલ સૂથાર નામના ડ્રાઈવરને ઝડપી પાડ્યો જ્યારે પ્રતિબંધક દારૂના રિસીવરના રૂપે.
![]()
સંડોવાયેલ ઈમરાન, પ્રતાપસિંહ નારાયણસિંહ ચૌહાણ, પંજાબના ભઠીંડાનો અજાણ્યો સપ્લાયર તથા ફોર્ચ્યુનર GJ 08 CD 6699 તથા ક્રેટા GJ 27 EC 5076ના માલિકો અને મુખ્ય IMFL સપ્લાયર હજુ પણ ફરાર પોલીસે ફરાર આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 336(2)(3), 340(2), 238 હેઠળ ગુનો નોંધ્યો SMC અને કડી પોલીસ દ્વારા મળીને કરાયેલ આ સફળ કામગીરી બાદ આખા જિલ્લામાં પ્રતિબંધક દારૂની ગેરકાયદેસર હેરફેરની તપાસ વધુ તેજ બનાવવામાં આવી.


