સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અજાવાડ ગામ નજીકથી SMCએ ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા…

January 27, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અજાવાડ ગામ નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ બે શખ્સોને ઝડપી પાડ્યા તેમની પાસેથી 14.842 કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી કુલ 7.64 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ મામલે NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી SMCના PI પી.પી. બ્રહ્મભટ્ટ, PSI અનુરાકાર અને તેમની ટીમે 26 જાન્યુઆરી, સોમવારે મોડી સાંજે બાતમીના આધારે આ કાર્યવાહી કરી.

₹7.64 Lakh Ganja Seized | Two Held Near Poshina, Sabarkantha

પોશીના તાલુકાના અજાવાડ ગામ નજીક જોડફળો વાસ રોડ પરથી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના છાપર ગામનો એક શખ્સ અને પોશીના તાલુકાના ઝીઝનાટ ગામનો બીજો શખ્સ ઝડપાયા પોલીસે તેમની પાસેથી 7,42,100 રૂપિયાની કિંમતનો 14.842 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, 20,000 રૂપિયાના બે મોબાઈલ ફોન અને 2,550 રૂપિયા રોકડા મળી કુલ 7,64,650 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો.

આ બંને શખ્સો વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8-C, 20-B, 2-B, 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી ઝડપાયેલા આરોપીઓમાં (1) અમરારામ શંકર અજિયારામ લૌર (ઉંમર-30, રહે- છાપર, સદાફળી, પોસ્ટ-કાગવાસ, તા-કોટાડા, જિ. ઉદયપુર, રાજસ્થાન) અને (2) મોહન સોમાભાઈ બુબડીયા (ઉંમર-34, રહે-ઝીઝનાત, સરપંચ ફળી, કાલિકંકર, તા- પોશીના, જિ. સાબરકાંઠા) નો સમાવેશ થાય.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0