ઉત્તરાયણ પર્વે દાન પુણ્ય કરવાનો અનેરો મહિમા છે, ગૌદાનથી મોટું કોઇ દાન નથી
ગરવી તાકાત, મહેસાણા તા. 13 – ઉત્તરાયણના દિવસે મહેસાણામાં ગૌ માતા સહિત જીવદયાની સુંદર કામગીરી કરતી સંસ્થા શિવગંગા એનીમલ હેલ્પ લાઇન જે જીવદયાની સુંદર કામગીરી કરી રહી છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં દાન પુણ્ય કરવાનો અનેરો મહિમા છે ત્યારે આ દિવસે પશુ પક્ષીઓની સેવા કરતી મહેસાણા સમર્પણ શોપીંગ સેન્ટર, શિલ્પા ગેરેજ પાસે, હાઇવે, મહેસાણા ર.જી.નંબર એફ 3859 મો. 8490 888 000 પર જીવદયા પ્રેમીઓ ગાયો, પશુઓ, પક્ષીઓ માટે દાન પુણ્યનો યથાયોગ્ય ફાળો નોંધાવી શકે છે.
શિવગંગા એનીમલ હેલ્પલાઇન બારે માસે ગમે ત્યાં કણસતી હાલતમાં પશુઓ પક્ષીઓ હોય તો ઘટના સ્થળ પર પહોંચી તેમને શિવગંગા એનીમલ સંસ્થામાં લાવી સારુ ન થાય ત્યાં સુધી તેની સારવાર તેમજ ખાવા પીવાની તમામ સુવિધા પુરી પાડવામાં આવે છે ત્યારે મહેસાણા જિલ્લાની ધર્મપ્રેમી જનતાને ગરવી તાકાત તરફથી અપીલ કરવામાં આવે છે કે દાન પુણ્યના આ અનેરો મહિમા ધરાવતા તહેવાર ઉત્તરાયણ પર્વે દાન કરવાનો અનેરો મહિમા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખાયેલ છે.