સાહેબ : આ થરાદ ધાનેરા ત્રણ રસ્તા નો વરસાદી પાણી થી પડેલા રોડનાખાડા તો પુરાવો.??

શેર કરવા અહીં ક્લિક કરો.

— આમ આદમી પાર્ટીના પ્રમુખ ની રજૂઆત છતાં તંત્ર નું મૌન ધારણ કેમ..?

— રોડ ખાડાઓથી લોકો પરેશાન :

ગરવી તાકાત થરાદ : થરાદમાથી પસાર થતા નેશનલ હાઇવે ધાનેરા ત્રણ રસ્તા પર વરસાદી પાણી ભરાવાના કારણે ખાડા પડતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે જેને લઈ તંત્ર દ્વારા સત્વરે ખાડા પુરવાનું કામ ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.બનાસકાંઠા જિલ્લામાં સાંચોર હાઇવે પર તો ખાડાઓ છે જ જે તંત્ર દ્વારા કયારે પુરવામાં આવશે એતો તંત્ર જ જાણે પણ થરાદ ના હાઇવે ધાનેરા ત્રણ રસ્તા પાસે માર્કેટ યાર્ડ જોડે રોડ પર મોટા ખાડાઓ પડતાં વાહનચાલકો પરેશાન થઇ રહા છે  નેશનલ હાઇવે ના રોડ વચ્ચે ખાડાઓ પડતા વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે .જોકે તંત્ર દ્વારા રોડ પર મોટા ખાડા પુરવામાં આવે છે

પરંતુ વરસાદ પડવાના કારણે રોડ પર પાણી ભરાવા ના કારણે ધાનેરા ત્રણ રસ્તા પાસે  રોડ તૂટી જતા હોઈ  ત્યારે વેપારીઓ સહિત વાહનચાલકો પરેશાન થઇ જતાં હોય છે બીજી તરફ નેશનલ હાઇવે હોવાના કારણે રાજેસ્થાન તરફથી આવતા પૂર પાટે વાહન ચાલકો આવતા હોઈ ખાડામાં પણ પછડાય છે જેને લઈ વાહનોને નુકશાન પણ પહોંચતું હોય છે. ત્યારે આ રોડ પરથી અવરજવર કરતા વાહન ચાલકોની અને આમ આદમી પાર્ટીના થરાદ પ્રમુખેની માંગ છે કે સત્વરે આ જગ્યાએ જ રોડ તૂટવાની સમસ્યા નો નિકાલ કરવામાં આવે. આમ આદમી પ્રમુખ દ્વારા તંત્ર ને ટેલીફોનીક રજૂઆત કરી અને મૌખિક રજૂઆત કરી છતાં કોઈ કામગીરી ન થતાં સરકાર પર પ્રહારો કર્યા હતા

તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.