ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા પોલીસે નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષકની એસ્કોન્ડર સ્કોડે સરસ્વતી પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો ઝડપાયેલા આરોપીનું નામ મોહમદ રીયાઝ મયુદ્રીન મેમણ (ઉંમર 38),
![]()
જે મહેસાણાના દેસાઈ નગર, મકાન નંબર-13નો રહેવાસી તેની ધરપકડ સરસ્વતીના શિહોરી ત્રણ રસ્તા પાસેથી કરવામાં આવી સિદ્ધપુર નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ PSI આર.એસ. સોલંકી અને તેમની સ્કોડ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું પોલીસને ચોક્કસ બાતમી મળી.

કે આરોપી મોહમદરીયાઝ ખાનગી વાહનમાં ડીસાથી પાટણ આવી રહ્યો આ બાતમીના આધારે સિદ્ધપુર એસ્કોન્ડર સ્કોડે શિહોરી ત્રણ રસ્તા, સરસ્વતી ખાતે વોચ ગોઠવી અને આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો પકડાયેલા આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સરસ્વતી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.


