ગરવી તાકાત કાંકરેજ : એક સગીરવય યુવક અને યુવતી ને હેમખેમ પરત લાવી શિહોરી પોલીસ… પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જયુડિશિયલ કોર્ટ માં ભોગ બનનાર યુવતીને સર્ચ વોરંટ અર્થે લાવવામાં આવી હતી ત્યારે યુવતીના સગા વ્હાલા તેમજ ભાઈઓ એ ગેર કાયદેસર રીતે મંડળી રચી કાવતરું ઘડી કાઢી ને લોકોની સામે કોર્ટ માંથી ઈકો કાર માં જબરદસ્તી અપહરણ કર્યું હતું
ત્યારે શિહોરી પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર યુવતીના વકીલ શ્રી એ ફરિયાદ નોંધાવી હતી જેમાં ગણતરી ના કલાકોમાં જ શિહોરી પોલીસ સ્ટેશન ના બાહોશ પીએસઆઈ એ. કે. દેસાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી
જેમાં એક ઈકો કાર અને (૧) વેલાજી તખાજી ઠાકોર ઉંમર વર્ષ ૬૦ રહે. માનપુરા (ધૂ) તાલુકો દિયોદર (૨) નરેશ શામળાજી ઠાકોર. ઉંમર ૨૪. રહે. સરદારપુરા (રવેલ) ધંધો. ડ્રાઈવર આ બંને ભોગ બનનાર યુવતી વર્ષાબેન ને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ને અપહરણ કરી ને ગુનો કરેલ જેમાં આઠ જેટલા આરોપીઓ વિરુદ્ધ શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એક યુવતી ભોગ બનનાર વર્ષાબેન હેમખેમ પરત લાવી હતી જેમાં એક સગીર વયનો બાળક હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું
તસ્વીર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ