ગરવી તાકાત, અમદાવાદ – BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવાઇ રહ્યો છે. ત્યારે અમદાવાદના પશ્ચિમ છેડે એસ પી રિંગ રોડ પાસે આ મહોત્સવને લઇ 600 એકર જગ્યામાં સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામીની મૂર્તિની ફરતે વિદેશી ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે તે આકર્ષણ કેન્દ્ર બન્યું છે. 
અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેમાં દેશ-વિદેશોમાંથી લાખો ભક્તો પ્રમુસ્વામી મહારાજને ભાવાંજલિ આપવા ઉમટી રહ્યા છે. ત્યારે અમદાવાદના SP રિંગ રોડ પર 600 એકરમાં બનાવવામાં આવેલ પ્રમુખ સ્વામી નગરની ચર્ચા ભારત સહિત વિશ્વભરમાં થઇ રહીં છે. નગરની અનેક બાબતો લોકોની આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રમુખ સ્વામી નગરમાં ફુલોનું આકર્ષણ લોકોમાં કેન્દ્ર બિંદુ બન્યું છે. 30 ફૂટ ઊંચી પ્રમુખ સ્વામીની મૂર્તિ પાસે વિદેશી ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. મૂર્તિને ફરતે પીનુતિયા અને પેનેસિલ ફુલોનો અનોખો શણગાર કરાયો છે. તેમજ દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલના વૃક્ષો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આજે આ મહોત્સવનો ચોથો દિવસ છે. આ નગરમાં ફુલોનું આગવું આકર્ષણ છે. પ્રમુખ સ્વામીની 30 ફૂટ ઊંચી મૂર્તિ પાસે વિદેશી ફૂલો જમાવ્યું આકર્ષણ જમાવ્યું છે અને મૂર્તિ ફરતે પીનુતિયા અને પેનિસિલ ફુલોનો ઉપયોગ કરાયો છે. 1035થી વધુ ફૂલો નગરમાં લગાવ્યા છે. દક્ષિણ અમેરિકાનાં એમેઝોનના જંગલના વૃક્ષોનો નગરમાં સમાવેશ છે.
આ ઉપરાંત અહીં ગ્લો ગાર્ડનમાં એન્ટર થતા જ સિંહો સહિતની પ્રતિકૃતિઓ જોવા મળે છે. આ પ્રતિકૃતિઓમાં સિંહની પ્રતિકૃતિથી હિંમતનો સંદેશ આપે છે. બતકોના ઝુંડથી હાર્મનીનો સંદેશો મળે છે. તો મહારાણા પ્રતાપની સાથે ચેતક ઘોડાની પ્રતિકૃતિ માણસ પ્રત્યે વફાદારનો સંદેશ આપે છે. ઘેટા-બકરીની પુલ પરની વાર્તાની પ્રતિકૃતિ નમ્રતા દર્શાવે છે. પાંદડુ લઇને જતી કિડિઓમાં એકતા જોવા મળે છે. રીંછની અને હિરણની વાર્તાઓથી અહીં કોઇના કોઇ પ્રકારે સંદેશ આપવા પ્રયાસ કરાયો છે.


