ગરવી તાકાત મહેસાણા : જાહેર જનતાની સેવા માટે હર હંમેશ અગ્રેસર રહેતા પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણના અંગત માર્ગદર્શન થકી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી આપણાં લોકલાડીલા યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૨માં જન્મ દિવસ નિમિત્તે નૂતન જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ છે.
મોદી સાહેબના જન્મ દિવસ નિમીત્તે નૂતન જનરલ હોસ્પિટલ ખાતે ભવ્ય બ્લડ ડોનેસન કેમ્પ અને બહેનો માટે મેમોગ્રાફી (સ્તન કેન્સરની તપાસ) અને પેપ સ્મિયર ટેસ્ટ (ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ) કેમ્પનું ભવ્ય આયોજન વિનામુલ્યે કરવામાં આવ્યું છે. જેનો વિસનગર તથા આસપાસની જનતાએ ભરપૂર લાભ લેવો. બ્લડ દાતા માટે આકર્ષક ઈનામ આપવામાં આવશે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અંતર્ગત ચાલતી નૂતન જનરલ હોપિટલ, વિસનગર ખાતે મેમોગ્રાફી અને પેપ સ્મિયર ટેસ્ટ તારીખ ૧૭-૦૯-૨૦૨૨થી શરૂ થશે.
જેમાં રોટરી ક્લબ, વિસનગર, નરેન્દ્ર મોદી વિચાર મંચ, વિસનગર તથા વિસનગરની સ્થાનિક બહેનો આ કેમ્પનો લાભ લઈ શકશે. આ ટેસ્ટ માટે તારીખ ૧૫-૦૯-૨૦૨૨ સુધીમાં રજીસ્ટેશન સંપર્ક ૯૮૯૮૪૬૭૭૫૨ નંબર ઉપર ફરજિયાત કરવાનો રહેશે. ૧૫ તારીખ પછી રજીસ્ટેશન થશે નહીં. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, ટ્રસ્ટીગણ, તમામ પદાધિકારીઓ અને કર્મચારી ગણ દ્વારા આપણાં પનોતા પુત્ર લોકલાડીલા વૈશ્વિક નેતા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વસ્થ તંદુરસ્તી જળવાઇ રહે અને તેમના દ્વારા થઈ રહેલ સેવાકીય કાર્યો દ્વારા ભારત સહિત વિશ્વને મદદ અને માર્ગ દર્શન પૂરું પાડી શાંતિ સ્થાપી વિકાસના માર્ગે લઈ જાય.