મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યાં
ભાગીને લગ્ન કરનાર દીકરીના સાક્ષીમાં માતા પિતાની સાક્ષી ફરજિયાત કરવાનો મુદ્દો પણ સંમેલનમાં ઉઠાવ્યોં
SPG સભ્ય નું અવસાન થાય તો હાલમાં અપાય છે 7 લાખની સહાય
1 સભ્ય રૂપિયા 100 આપે તો 7000 સભ્યો થકી કુલ 7 લાખ સહાય અપાય છે
30 જુલાઈ એ 30,000 સભ્યો બનાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે
30,000 સભ્યો 100-100 રૂપિયા આપશે તો મૃતકને 30 લાખ સહાય મળશે
ગરવી તાકાત, મહેસાણા તા. 30- લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોનું આજે શક્તિપ્રદર્શન જોવા મળ્યું હતું. પાટીદારોના ગઢ મહેસાણામાં સૌથી મોટું સંમેલન યોજાયું હતું. SPGના બેનર હેઠળ આ સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજો કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ શક્તિ પ્રદર્શનમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાના વડાઓ હાજર રહ્યાં હતા. રાજકીય અને ઉદ્યોગ જગતની હસ્તીઓ પણ હાજર રહી હતી. આ મહાસંમેલનમાં કડવા અને લેઉવા પાટીદારના મોટા નેતા પણ જોડાયા હતા. ઊંઝા ઉમિયા માતાજી અને ખોડલધામના અધ્યક્ષ પણ હાજર રહ્યાં હતા. તેમજ આ પ્રસંગે પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરાયું હતું.

અનામત આંદોલન બાદ SPG ફરીથી પાટીદારોને એક મંચ પર લાવી રહ્યું છે. અનામત આંદોલન બાદ પ્રથમવાર spg નું મોટું સંમેલન યોજાયું હતું. CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે 30 જુલાઈએ પાટીદાર સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં હજારો પાટીદારો સંમેલનમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, SPG સભ્ય નું અવસાન થાય તો હાલમાં અપાય છે 7 લાખની સહાય 1 સભ્ય રૂપિયા 100 આપે તો 7000 સભ્યો થકી કુલ 7 લાખ સહાય અપાય છે. 30 જુલાઈ એ 30,000 સભ્યો બનાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. 30,000 સભ્યો 100-100 રૂપિયા આપશે તો મૃતકને 30 લાખ સહાય મળશે. 30 તારીખે 30 હજારને પારનો સંકલ્પ સાથે આ મહાસંમેલન યોજાનાર છે. આગામી સમયમાં સવા કરોડ પાટીદારોને spg માં જોડવાનો સંકલ્પ છે. સવા કરોડ સભ્યો થાય તો માત્ર 1 રૂપિયો સહાય મેળવી મૃતકને સવા કરોડ સહાય અપાશે.

આ ઉપરાંત ભાગીને લગ્ન કરનાર દીકરીના સાક્ષીમાં માતા પિતાની સાક્ષી ફરજિયાત કરવાનો મુદ્દો પણ સંમેલનમાં ઉઠાવ્યોં હતો. SPG સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓને સીએમના હસ્તે ઇનામ અપાયાં હતા. આ મહાસંમેલનમાં SPG ના લાઈફ ટાઈમ મેમ્બર વધારવા કામગીરી કરવામાં આવી હતી. SPG સંગઠન મજબૂત થાય અને સમાજના છેવાડે રહેતા પાટીદાર સમાજના ભાઈ બહેનો સુધી સંગઠનનો લાભ પહોંચે અને આગામી યોજનાર મહા સંમેલનમાં સમગ્ર ગુજરાત માંથી SPG ના હજારો લોકો જોડાયા તે માટે દરેક હોદ્દેદારો અને સક્રિય કાર્યકર્તાઓ દ્વારા હાકલ કરવામાં આવી હતી.

પ્રેમલગ્ન કરી ભાગતી યુવતીઓ માટે CM ભૂપેન્દ્ર પટેલ સામે પાટીદાર સમાજે ઉઠાવ્યો મુદ્દો
પ્રેમલગ્ન કરી ભાગતી યુવતીઓ માટે CM ભૂપેન્દ્ર પટેલ સામે પાટીદાર સમાજે શું ઉઠાવ્યો મુદ્દો ઉઠાવ્યોં હતો. આ પ્રસંગે મહેસાણામાં એસપીજીના સભ્યોએ ફરીથી પ્રેમલગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમલગન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરાશે. જો કે અંતમાં ભૂપેન્દ્ર પટેલે લવ મેરેજમાં માત પિતાની સહી ફરજીયાત કરવા માટે જરૂરી સ્ટડી કરી નિર્ણય કરવામાં આવશે તેવું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.


