અમૃત વિદ્યા સંકુલ ખાતે વિજ્ઞાન પ્રયોગશાળા અને વિજ્ઞાન મેળો યોજાયો

August 5, 2022

— વિજ્ઞાન-મેળામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ ઉમંગ-ઉત્સાહ અને પરિશ્રમથી કૃતિઓની કુલ 64 પ્રયોગો  રજૂઆત કરી હતી. :

ગરવી તાકાત મહેસાણા : કડી માં આવેલ બહુચર માતાજીના મંદિર પાસે આવેલ આદર્શ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રયોગશાળા નું ઉદઘાટન અને વિજ્ઞાન મેળો યોજાયો હતો.જેમાં  કાર્યક્રમની શરૂઆત આવેલ મહેમાનો અને ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને તેમને સમકક્ષ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા, જિજ્ઞાસાને સંતોષવા તથા સુષુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી કરવામાં આવતું આયોજનબદ્ધ પ્રદર્શન વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે.
શાળાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિભાગ ઊભા કરવામાં આવ્યા છે. દરેક વિભાગના વિદ્યાર્થીઓમાં હોંશ અને ચોકસાઈ વધારવાના હેતુથી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.વિજ્ઞાન-મેળામાં વિદ્યાર્થીઓ કેટલીક વાર અદ્ભુત અને આધુનિક કૃતિઓ લઈને આવતા હોય છે.વિજ્ઞાન-મેળામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ જે ઉમંગ-ઉત્સાહ અને પરિશ્રમથી કૃતિઓની રજૂઆત કરે છે તેના ઉપરથી તેમનાં રસ અને કશુંક નવું કરવાની આસ્થાની પ્રતીતિ થતી હોય છે. નાની-મોટી મુશ્કેલીના ટાણે અધ્યાપકો પ્રેરણા અને માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને કાર્યરત રાખે છે. વિજ્ઞાન-મેળા દરમિયાન સમગ્ર શાળા કે સંસ્થાનું વાતાવરણ વિજ્ઞાનમય થઈ જાય છે.
 વિજ્ઞાન-મેળાનું આયોજન કરવામાં આવે છે તે વિસ્તારની આજુબાજુના નાગરિકો પણ કશુંક નવું જાણવાના હેતુ અને ઉત્સાહથી આયોજન-પ્રક્રિયામાં ભાગ લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. મહાજનો, સંસ્થાઓ વગેરે વિજ્ઞાન-મેળાની વિવિધ પ્રવૃત્તિઓને પૂરેપૂરો સહકાર આપી નાગરિકધર્મ નિભાવે છે. આ કાર્યક્રમમાં સંસ્થાના મહામંત્રી બંસીભાઈ ખમાર, મુખ્ય મહેમાન ડો. સ્નેહાબેન ત્રિવિદી, રામચંદ્રભાઈ કડિયા, ઝબુબેન પટેલ, ભરતભાઇ પટેલ, શૈલેષભાઈ પટેલ, અરુણભાઈ નાયક, વશરામભાઇ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ સોની અને સંસ્થાના ટ્રસ્ટીઓ તથા શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલિશ્રીઓ જોડાયાં હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0