વિસનગરના જેતલવાસણા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો

June 28, 2025

ગરવી તાકાત વિસનગર : વિસનગર તાલુકાના જેતલવાસણા ગામની પ્રાથમિક આદર્શ શાળા અને શ્રી એમ.આર.સર્વ વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો શિક્ષણ અને પર્યાવરણના સંયુક્ત સંદેશ સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. શ્રી જયવીર જીવદયા ગ્રુપે ધોરણ 1ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું આ કીટમાં બેગ, સ્લેટ અને પેનનો સમાવેશ થાય છે.

Visnagar Jetalvasana School Praveshotsav Kanya Kelavani Education  Environment | વિસનગરના જેતલવાસણા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ: ધોરણ 1ના  વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું ...

સ્વ. પટેલ ઉમેદભાઈ ત્રિભોવનદાસની સ્મૃતિમાં આ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, સામાજિક ન્યાયાધીશ નરેન્દ્રભાઈ ગઢવી અને ટીપીઈઓ સંગીતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા. આસિસ્ટન્ટ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર સોનલબેન પટેલ અને BRC વિસનગરના મેહુલભાઈ ચૌધરી પણ હાજર રહ્યા સીઆરસી વિનોદભાઈ અને પ્રજ્ઞેશભાઈ તેમજ.

ગામના સરપંચ જયરામભાઈ દેસાઈએ કાર્યક્રમમાં ભાગ લીધો. “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. JV હેલ્પના સભ્યો યશભાઈ પટેલ અને શુભભાઈ પટેલની હાજરીમાં બાળકોએ ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયક બન્યો હતો.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0