વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના બે ફરાર આરોપીઓને સતલાસણા પોલીસે દબોચી લીધા

August 31, 2024

વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના બે ફરાર આરોપી જશપુર ગામેથી ઝડપાયાંં 

ગરવી તાકાત, મહેસાણા તા. 31 – વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના આઇપીસીની ધારા 419, 420, 120બી, 465, 468, 471, 474, તથા આઇટી એક્ટની કલમ 66 (સી) (ડી) મુજબના ગુન્હામાં સંડોવાયેલા નાસતા ફરતા બે આરોપીને સતલાસણા પોલીસે ઝડપી પાડ્યો હતો.

મહેસાણા જિલ્લામાં અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ પર ફરાર આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ ના.પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન મુજબ સતલાસણા ઇ.પીઆઇ બી.આર.પટેલ, હેકો. મુકેશભાઇ, અપોકો. જીજ્ઞેશકુમાર, મહીપાલસિંહ, ગલાલભાઇ, ગોવાજી સહિતનો સ્ટાફ સતલાસણા પોલીસ સ્ટેશને હાજર હતો.

તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો નાસતા ફરતા ફરાર આરોપી ઠાકોર મુકેશ મેઠાજી તથા ઠાકોર નાગજી મેઠાજી રહે. બંન્ને નવાપુરા, તા. વડનગરવાળો હાલ જશપુર ગામની સીમમાં હાજર છે જે બાતમીના આધારે સતલાસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંન્ને આરોપીને દબોચી લઇ વડનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0