ગરવી તાકાત થરાદ : શ્રી મહાકાલ નવખંડ મહાદેવ મંદિર માર્કેટયાર્ડ થરાના સહયોગથી જય નારાયણ ભજન મંડળ દ્વારા પ.પૂ.શ્રી બ્રહ્મલીન “નારાયણ સ્વામી બાપુ” ની ૨૩મી શ્રદ્ધાંજલિ અર્પવા ભવ્ય સંતવાણી કાર્યક્રમ આજરોજ ભાદરવા વદ-૫ ના બુધવારના રોજ માર્કેટયાર્ડમાં યોજાયો હતો…
ભાદરવા વદ-૫ ના રોજ શ્રી મહાકાલ નવખંડ મહાદેવ મંદિર પ્રતિષ્ઠા પવિત્ર પ્રસાદી દિવસ પણ હતો. દર મહિનાની વદ-૫ ના રોજ પ્રસાદી દિવસ તરીકે ઉજવાય છે. તે આજરોજ ૪ થી ૫ હજાર ભાવિક ભક્તો તેમજ નગરજનોએ પ્રસાદીનો લાભ લીધો હતો.
જે પ્રસાદી દાતાઓ દ્વારા આપવામાં આવે છે. દાતા રૂ.૩૧,૦૦૦/- નક્કી કરવામાં આવેલ છે અને દાતાઓ પણ સ્વેચ્છાએ સરવાણી ચાલું રાખે છે. આજરોજ આસો માસના વદ-૫ ના પ્રસાદી દાતાશ્રી ચૌધરી તેજાભાઈ નાથાભાઈ મુ.માંડલા તેમજ માગશર વદ-૫ ના દાતાશ્રી સ્વ.માલાભાઈ વિરભણભાઈ આકોલી મહા વદ-૫ ના દાતાશ્રી ચૌધરી પ્રકાશ, ડાયાભાઈ અને જોષી રમેશભાઈ શ્રાવણ વદ-૫ ના દાતાશ્રી ઠક્કર મનોજકુમાર નટવરલાલ એડવાન્સમાં જાહેરાત કરી હતી.
રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં કલાકારો દ્વારા ભજનોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષા મંત્રીશ્રી કીર્તિસિંહજી વાઘેલા, બનાસ બેન્ક પૂર્વ ચેરમેનશ્રી અણદાભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલા, કાનજીભાઈ દેસાઈ ખોડલા, જયંતીજી આંબલુણ, ઈન્ચાર્જ ચેરમેન ભુપતાજી ઠાકોર, ડી.સી.ચૌધરી આકોલી, ભરતજી ઠાકોર પાદરડી, કનુભાઈ ઠક્કર, દેવભાઈ જોષી, જનકભાઈ ઠક્કર, વહેપારી એસોસિએશન મંત્રી રાજુભાઈ પ્રજાપતિ તેમજ એસોસિએશન તમામ વહેપારીઓ, થરાના નગરજનો તેમજ માર્કેટ કર્મચારી સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમ સુંદર મજાનો સફળ બનાવી ભજનોની રમઝટ માણી હતી.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ