ઘરફોડ ચોરી, મંદિર ચોરી, લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો સંતોષ મહેસાણા એસઓજીની સકંજામાં 

July 26, 2023

મહેસાણા એસઓજીની ટીમે નાસતા ફરતાં આરોપીને તાવડીયા રોડ પરથી દબોચી લીધો 

આરોપી વિરુદ્ધ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં વિવિધ ત્રણ ગુનામાં સંડોવાયેલો છે 

Sohan Thakor – તા. 26 –  મહેસાણા – સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઘરફોડ ચોરી, મંદિર ચોરી, લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા પોલીસ પકડથી નાસતાં ફરતા આરોપીને મહેસાણા એસઓજીની ટીમે મહેસાણાના તાવડીયા રોડ ખાતેથી ઝડપી જેલમાં ધકેલ્યોં હતો. આરોપી વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં વિવિધ ત્રણ ગુનાઓ પણ નોંધાયેલા છે જેને દબોચી લેવામાં એસઓજીની ટીમ સફળ રહી હતી.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના  નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા તેમજ અનડિટેક્ટ ગુના  ડિટેક્ટ કરવા આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી ટીમના પી.આઇ એ.યુ. રોઝના નેતૃત્વમાં મહેસાણા એસઓજી એએસઆઇ મનોહરસિંહ, હે.કો. હિતેન્દ્રસિંહ, જીતેન્દ્રકુમાર, દિગ્વિજયસિંહ, વિશ્વનાથસિંહ, આશારામભાઇ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હિતેન્દ્રસિંહ તથા દિગ્વિજયસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 457, 380 ઘરફોડ તેમજ મંદિર ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી દેવીપૂજક સંતોષકુમાર ઇશ્વરભાઇ મહેસાણા પ્રદુષણપરામાં હાલમાં તાવડીયા રોડ ખાતે ઉભો છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ 

મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 380, 447 ના ગુનામાં ફરાર

મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇફીકો 324, 503, 135 મુજબના ગુનો

મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 457, 380

અગાઉ ઘરફોડ ચોરી, લૂંટ વગેરે ગંભીર ગુનાઓમાં સંડોવણી

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0