મીઠા પેટ્રોલપંપ પર ખુલ્લેઆમ છરીના ઝાટકા મારી મર્દાનગી બતાવનારને સાંથલ પોલીસ ‘‘મર્દાનગી બતાવશે’’ ખરી !!

June 26, 2023

સરેઆમ આ પ્રકારનો ખોફ ફેલવાનાર તત્વોને ‘‘ ધોળા દિવસે તારા દેખાડવા ’’નું પોલીસ જાણે છે જોવું રહ્યું સાંથલ પોલીસના જવાબદાર અધિકારીનું સીંઘમપણું  

મહેસાણા તાલુકાના મીઠા ગામે પેટ્રોલ બોટલમાં ન ભરવા બાબતે કર્મચારીને મગુનાના શખ્સે છરીના ઝટકા માર્યા 

પેટ્રોલપંપના સીસીટીવી કૂટેજ ચાલુ હોવાનું જાણતો હોવા છતાં પોલીસનો કોઇ ખોફ ન હોય તેમ છરીના ઘા ઝીંક્યાં 

Sohan Thakor-મહેસાણા તા. 26- મહેસાણા તાલુકાના મીઠા ગામે પેટ્રોલ ન આપવા જેવી નજીવી બાબતમાં મગુનાના શખ્સે પેટ્રોલપંપની ઓફિસમાં ઘુસી જઇ છરી વડે પેટ્રોલપંપના  કર્મચારીને ઝટકા માર્યા હતા. હુમલો કરનાર શખ્સ એ જાણતો હોવા છતાં કે પેટ્રોલપંપમાં ચારે તરફ સીસીટીવી કેમેરા લાગ્યાં છે તેમ છતાં બેખોફ થઇ કર્મચારીને ઉપરા ઉપરી છરીના ઝટકા માર્યા હતા. મગુનાના આ શખ્સની નજીવી બાબતે આ પ્રકારે છરીના ઝટકા ઝીંકવાની ઘટના પરથી એવું ફલિત થાય છે કે આ પંથકમાં પોલીસનો કોઇ ખોફ જ નથી.

પોલીસ શું કરી લેશે પૈસાના જોરે મામલો સુલજાવી લેવાની વિચરસરણી ધરાવી સરેઆમ છરીના ઘા ઝીંકનારને સાંથલ પોલીસનું પાણી બતાવવું જરુરી છે. કે કઇ રીતે ખુલ્લેઆમ છરીના ઘા ઝીંકાય છે. બાકી તો .. પછી ‘‘ રામ રાજ્યને પ્રજા સુખી’’ નો સિદ્ધાંત લાગું પડે છે. બાકી તો પોલીસ આ પ્રકારે ખોફ ફેલવાનાર તત્વોને ‘‘ ધોળા દિવસે તારા દેખાડવા ’’નું જાણે છે તો જોવું રહ્યું સાંથલ પોલીસના જવાબદાર અધિકારીને ….

મહેસાણા તાલુકાના મીઠા ગામે બંસીધર પેટ્રોલપપના કર્મચારી બોટલમાં પેટ્રોલ ભરી અપવાનીના પાડતા મગુનાના શખ્સે ઉશ્કેરાઇ જઇ પોતાના નેફામાંથી છરી કાઢી ઓફિસમાં ઘુસી છરીના ઉપરા ઉપરી ઝટકા માર્યા હતા. જેમાં પેટ્રોલપંપના કર્મચારીને ગંભીર ઇજાઓ પહોચતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

મહેસાણા તાલુકાના મીઠા ગામે આવેલા બંસીધર પેટ્રોલપંપ ઉપર ફરજ બજાવતા 23 વર્ષીય બહુચરાજી તાલુકાના રૂપપુરા ગામના શ્રવણસિંહ રણુંભા ઝાલા નામના કર્મચારી પાસે મગુના ગામનો અશોકસિંહ સુરેશસિંહ ઝાલા પ્લાસ્ટીકની બોટલ લઇને પેટ્રોલ ભરાવવા માટે આવ્યોં હતો જેથી પેટ્રોલપંપનો કર્મચારી શ્રવણસિંહે બોટલમાં પેટ્રોલ ભરી આપવાની ના પાડી હતી. આવી નજીવી બાબતમાં ઉશ્કેરાઇ જઇ મગુના ગામના અશોકસિંહ પાછો ગયો હતો અને થોડીવાર બાદ પરત આવ્યોં હતો.

અને પોતાના નેફામાં રાખેલી છરી વડે “કેમ બોટલમાં પેટ્રોલ આપતો નથી” એમ કહી શ્રવણસિંહને ઓફિસમાં ઘૂસીને કોણીના ભાગે તેમજ પાછળના ભાગે છરીના ઉપરા ઉપરી ઝાટકા મારી ગંભીર ઇજાઓ  પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા શ્રવણસિંહને પેટ્રોલપંપના માલિક તેની ગાડીમાં મહેસાણા સિવિલમાં હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જોકે આ સમગ્ર ઘટના પેટ્રોલપંપની ઓફિસમાં લાગેલા cctv કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઇજા પામેલા શ્રવણસિંહ ઝાલા એ હુમલો કરનાર મગુનાના અશોકસિંહ સુરેશસિંહ ઝાલા વિરુદ્ધ સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0