સાંથલ પોલીસે જોટાણા તાલુકાના મેમેદપુર ગામેથી 55 હજારની રોકડ સાથે 21 શકુનિઓને દબોચ્યાં
મેમદપુર ગામે ચાલતા જુગારધામ પરથી રોકડ સહિત કુલ રૂપિયા 1 લાખ 980નો મુદ્દામાલ ઝડપાયો
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – (Sohan Thakor) – જોટાણા તાલુકાના મેમદપુર ગામની સીમમાં પોતાના આર્થિક ફાયદાસારુ ગંજીપાનાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સાંથલ પોલીસે રેઇડ કરતાં 21 જુગારીઓને 55880ની રોકડ સહિત કુલ રૂપિયા 1 લાખ 980ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા.
મહેસાણામાં ચાલતા જુગારધામ તેમજ પ્રોહિબીશન સહિત અસામાજિક પ્રવૃતિઓને ડામી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ ના.પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન મુજબ સાંથલ પીઆઇ એસ.જી.શ્રીપાલના નેતૃત્વમાં પીએસઆઇ એમ.એ.જોષી, એ.એસ.આઇ દિનેશભાઇ, અ.પો.કો રાજેશદાન, અ.પો.કો. ફુલાભાઇ, અ.પો.કો રામુજી, અ.પો.કો ગૌરવકુમાર, અ.પો.કો નાગજીભાઇ, અ.પો.કો અજીતકુમાર, આ.પો.કો મનુજી, આ.પો.કો ચેતનકુમાર, આ.પો.કો રાજુભા, આ.લો.ર મેલાજી, અ.લો.ર સુરેશકુમાર સહિત સાંથલ પોલીસ સ્ટાફ વિવિધ ટીમો બનાવીને સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
તે દરમિયાન આપોકો. મનુજી તથા ગૌરવકુમારને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, મેમદપુર ગામે આવેલ દરબાર માઢના ઓટલા ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ પૈસા પાના પત્તાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે બાતમીના આધારે સાંથલ પીએસઆઇ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી જુગારધામ પર રેઇડ કરતાં હાજર જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળ પરથી રોકડ રકમ રૂ.૫૫,૮૮૦/- તથા મોબાઇલ નંગ.૧૦ જેની આશરે કિંમત રૂ.૪૫,૧૦૦/- તેમજ ગંજી પાના નંગ- ૧૫૬ કિ.રૂ. ૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૦,૯૮૦/- ના મુદ્દામાલ કબ્જે કરી એકવીસ ઇસમો વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબની ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલા જુગારીઓ
(૧) પઠાણ મહેતાબખાન રહીમખાન રહે.ટુંડાલી તા.જી.મહેસાણા
(૨) સિપાહી નસરુદિન સિકંદરભાઇ રહે.ખદલપુર તા.જોટાણા
(૩) સિપાહી રફીકમીયા હુસેનમીયા રહે.મેમદપુર તા.જોટાણા
(૪) સમા મૌસીન બાપલમીયા રહે.મેમદપુર તા.જોટાણા
(૫) સિપાહી શાહરુખ ફકિરમહમદ રહે.મેમદપુર તા.જોટાણા
(૬) ઝાલા અજયસિંહ અમરસિંહ રહે.મેમદપુર તા.જોટાણા
(૭) સોલંકી વિજયસિંહ વિક્રમસિંહ રહે.રાજપુરા તા.દેત્રોજ
(૮) સમા સુલતાન ઇમામમીયા રહે.મેમદપુર તા.જોટાણા
(૯) કુરેશી ઇર્શાદ નિઝામમીયા રહે.મેમદપુર તા.જોટાણા
(૧૦) સમા વજીર મિસરીખાન રહે.મેમદપુર તા.જોટાણા
(૧૧) પટેલ મહેશ નટુભાઇ રહે.મેમદપુર તા.જોટાણા
(૧૨) દરબાર લાલભા મહેન્દ્રસિંહ રહે.મેમદપુર તા.જોટાણા
(૧૩) ચૌહાણ મોહિનખાન ઇસ્માઇલખાન રહે.મેમદપુર તા.જોટાણા
(૧૪) સિપાહી નાસિર જાફરમીયા રહે.મેમદપુર તા.જોટાણા
(૧૫) સિપાહી દિલાવર નસીબમીયા રહે.મેમદપુર તા.જોટાણા
(૧૬) કુરેશી ફિરોજભાઇ ઉમરભાઇ રહે.મેમદપુર તા.જોટાણા
(૧૭) દરબાર કનકસિંહ ઉર્ફે કાળો ઇશુભા રહે.મેમદપુર તા.જોટાણા
(૧૮) ઠાકોર ધર્મેન્દ્રસિંહ વિજયસિંહ રહે.મેમદપુર તા.જોટાણા
(૧૯) ઝાલા કિર્તિસિંહ વિનયસિંહ રહે.મેમદપુર તા.જોટાણા
(૨૦) સોલંકી મહેન્દ્રસિંહ બહાદુરસિંહ રહે.બાલસાસણ તા.જોટાણા
(૨૧) ઝાલા અમરસિંહ ઉર્ફે અમભા જીવણસિંહ રહે.મેમદપુર તા.જોટાણા