ચોરી કરેલા બાઇક સાથે જોટાણા તાલુકામાં ટહેલતો સાંથલનો ‘બાદશાહ’ જેલના સળિયા પાછળ

June 5, 2024

આજથી છ વર્ષ અગાઉ વડોદરા શહેરમાંથી મોટર સાયકલની ચોરી કરી હતી 

મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે બાઇક ચોરને સાંથલ પાસેથી દબોચી લીધો 

ગરવી તાકાત, મહેસાણા તા. 05 – મહેસાણા પેરોલ ફ્લો ટીમના સ્ટાફે ખાનગી બાતમી આધારે વડોદરા શહેરમાંથી છ વર્ષ અગાઉ ચોરાયેલા બાઈક સાથે જોટાણા તાલુકાના સાંથલ ગામના પટેલ વિપુલને ચોરીના બાઈક સાથે મહેસાણા પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો હતો તેમજ પોલીસે બાઈક કબજે લઇ વધુ તપાસ આદરી છે.

મહેસાણા જિલ્લામાં વાહનચોરીમાં સંડોવાયેલા તેમજ વિવિધ ગુનામાં સંડોવાયેલા તત્વોને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ દ્વારા આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ નરેન્દ્રસિંહ, હેકો. રશ્મેન્દ્રસિંહ, મુકેશકુમાર, ડીપીસી જીગ્નેશભાઇ સહિતનો સ્ટાફ લોકસભાની મત ગણતરીના બંદોબસ્તમાં હતા

તે દરમિયાન એએસઆઇ નરેન્દ્રસિંહ તથા રશ્મેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નંબર પ્લેટ વગર નું બાઈક લઈ એક શખ્સ સાંથલથી મહેસાણા તરફ આવી રહ્યો છે. તેવી બાતમી મળતા મહેસાણા પેરોલ ફ્લો ટીમે ગાયત્રી મંદિર પાસે આરોપીને ઝડપવા વોચ ગોઠવી હતી. બાઈક આવતા જ પોલીસે બાઈક ચાલક ને ઝડપી જરૂરી બાઇકને ડોક્યુમેન્ટ માંગતા શખ્સ આપી શક્યો નહોતો અને તપાસ દરમિયાન ઝડપાયેલા પટેલ પિયુષ ભાઈ ઉર્ફ બાદશાહ ને ઝડપી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે છ વર્ષ અગાઉ તેણે વડોદરા શહેરમાંથી બાઈક ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર કેસમાં પોલીસે બાઈક કબ્જે કરી આરોપીને ઝડપી વધુ તપાસ આદરી છે

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0