સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને ISO 9001 : 2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું

July 7, 2022

ગરવી તાકાત મહેસાણા : શ્રી પ્રકાશભાઈ પટેલ પ્રેસિડેંટશ્રી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રબળ નેતૃત્વ હેઠળ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરને તારીખ 2 જુલાઈ 2022થી, SAS – UK શાખા ધરાવતા બ્યુરો વેરિટાસ દ્વારા, ISO 9001: 2015 દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું .

આ પ્રમાણપત્ર યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રવતમાન વ્યવસ્થાપન સિસ્ટમ માટે આપવામાં આવ્યું. આ પ્રમાણપત્રનો અવકાશ "ડિપ્લોમા, અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને ડોક્ટરલ પ્રોગ્રામ્સ અને સમુદાય આઉટરીચ સેવાઓ માટે શિક્ષણ, નવીનતા,સંશોધન અને કન્સલ્ટન્સી પ્રેક્ટિસ દ્વારા શિક્ષણ પ્રદાન કરવું " છે.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંશોધન, કન્સલ્ટન્સી અને કોમ્યુનિટી આઉટરીચ સેવાઓ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે તથા યુનિવર્સિટી દ્વારા સહકાર, નવીનતા, વ્યવસાયીકરણ અને અખંડિતતાને પ્રોત્સાહન આપીને શૈક્ષણિક અને વહીવટી સેવાઓમાં સતત સુધારો કરવા પ્રતિબદ્ધ છે.

બ્યુરો વેરિટાસના પ્રતિનિધિઓએ દ્વારા આ પ્રમાણપત્ર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેંટશ્રી પ્રકાશભાઈ પટેલને પ્રમાણપત્ર
અર્પણ કરાવ્યુ છે. ડૉ. ડી. જે. શાહ – પ્રોવોસ્ટ, પ્રો. પી. કે. પાંડે – રજિસ્ટ્રાર અને ડૉ. થંગાદુરાઈ એન. એસોસિયેટ ડિરેક્ટર રિસર્ચ
પણ ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0