સમી પોલીસે દોઢ વર્ષ પહેલાં થયેલી ખીલાસરી ચોરીના કેસમાં વોન્ટેડ આરોપીને ધરપકડ કરી…

March 28, 2026

ગરવી તાકાત પાટણ : સમી પોલીસે ગોચનાદ ખાતે દોઢ વર્ષ પહેલાં થયેલી ખીલાસરી ચોરીના કેસમાં વોન્ટેડ આરોપી રાવતારામ દુર્ગારામ જાટ (ચૌધરી)ની ધરપકડ કરી આ આરોપીએ ચોરી કરેલા મુદ્દામાલને છોડાવવા માટે પોલીસ અને કોર્ટ સમક્ષ ખોટા બિલો રજૂ કર્યા આ ઘટના સમી તાલુકાના ગોચનાદ ગામે રામદેવ હોટલ પાસે 25 જાન્યુઆરી, 2025 થી 27 જાન્યુઆરી, 2025 દરમિયાન બની પાંચ જેટલા શખ્સોએ કાવતરું રચીને એક ટ્રેલરમાં ભરેલી રૂ. 1,74,000ની કિંમતની 3490 કિલો ખીલાસરીની ચોરી કરી પાટણ એસ.ઓ.જી. પોલીસે 25 જાન્યુઆરી, 2025ના રોજ આ ખીલાસરીનો જથ્થો જપ્ત કર્યો.

ST from Surat to Radhanpur Bus driver molested female passenger, Sami police  pick up driver at midnight

જોકે, આરોપીઓએ આ જથ્થો છોડાવવા માટે પોલીસ અને સમી કોર્ટ સમક્ષ ખીલાસરીના ખોટા બિલો રજૂ કર્યા આ ખોટા બિલોના આધારે કોર્ટમાં મુદ્દામાલ પરત મેળવવા અરજી કરીને તેને છોડાવી લેવાયો આ ગુનામાંથી છૂટી જવા અને આર્થિક લાભ મેળવવાના હેતુથી ખોટા બિલ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને કોર્ટ અને પોલીસ સાથે છેતરપિંડી આચરવામાં આવી આ મામલે સમી પોલીસે 14 એપ્રિલ, 2025ના રોજ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી તપાસ દરમિયાન, આ કેસમાં નાસતા ફરતા આરોપી રાવતારામ દુર્ગારામ જાટ (ચૌધરી), રહે. નોખડા, ગુરુઓં કા તલા, તા. નોખડા, જી. બાડમેરની ધરપકડ કરવામાં આવી ફરિયાદમાં તેનું નામ સામેલ હતું. રાવતારામની ભૂમિકા એવી  કે, તેનો સાથી અમરતજી ઠાકોર તેની સાથે નોકરી કરતો.

Gochnad Khilasri Theft Case: Wanted Accused Arrested After 1.5 Years

અમરતજીએ રાવતારામને ખીલાસરીની જરૂર હોવાથી ટ્રેલરમાં ખીલાસરી ભરાય અને રાધનપુર જવાનું થાય ત્યારે જાણ કરવાનું કહ્યું 24 જાન્યુઆરી, 2025ના રોજ રાવતારામ બીજા ડ્રાઈવર અને ક્લીનર સાથે ભાવનગરથી રાધનપુર જવા નીકળ્યો 25 જાન્યુઆરી, 2025ના રોજ સમીથી રાધનપુર જતી વખતે અમરતજીએ ખીલાસરીને સમીના ગોચનાદ ગામ પાસેની રામદેવ હોટલ પાસે ઉતારવાનું કહ્યું ત્યાં તેમણે લગભગ ચાર ટન ખીલાસરી ઉતારી જ્યારે બાકીનો જથ્થો રાધનપુરમાં ઉતાર્યો પોલીસે આ જથ્થો પકડ્યા બાદ તેને કોર્ટમાંથી છોડાવવા માટે ખોટા દસ્તાવેજો ઊભા કરીને કોર્ટમાં રજૂ કરાયા જોકે, તપાસમાં તેમની પોલ ખુલ્લી પડી જતાં ગુનો નોંધાયો અને આ નાસતો ફરતો આરોપી હવે ઝડપાઈ ગયો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0