ગરવી તાકાત, મહેસાણા તા. 04 – મહેસાણા દૂધ સાગર ડેરીના કર્મચારીઓને સલામતી અને સુરક્ષા અંગે સાવચેત અને સતત જાગૃત રાખવાનાં ભાગરૂપે આજથી ( 4 માર્ચ થી 10 માર્ચ ) સુધી સુરક્ષા સપ્તાહ ઉજવણી નો શુભારંભ કરવામાં આવ્યો હતો. 
સમગ્ર સપ્તાહ દરમિયાન સુરક્ષા અંગે ની વિવિધ વૈજ્ઞાનિક જાણકારીઓ , સાધનો તેના ઉપિયોગો અંગે જાણકારી આપતાં વિવિધ તાલીમ વર્ગો નું આયોજન કરવામાં આવશે . આજે પ્રથમ દિવસે દૂધસાગર ડેરી ના ફેક્ટરી વિભાગ માં કર્મચારીઓ એ સામૂહિક સુરક્ષા અંગે ની સંકલ્પના વ્યક્ત કરી હતી . ઉલ્લેખનીય છે કે , દૂધસાગર ડેરી ના નવાં નેતૃત્વ હેઠળ ના નિયામક મંડળ દ્વારા મહેસાણા દૂધસાગર ડેરી ના સંપૂર્ણ કેમ્પસને ફાયર સેફ્ટી તથા CCTV થી સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે.


