સદુથલા ગામે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ અને રોટરી – રોટરેક્ટ ક્લબ ઓફ વિસનગરના સયુંકત ઉપક્રમે વિસનગર તાલુકાના સદુથલા ગામે તા ૧૩-૦૭-૨૦૨૨ના રોજ મંગળવારે ગુરૂપૂર્ણિમાના પાવન અને પવિત્ર દિવસે ગુરૂ ઉમેદપુરી મહારાજ મંદિરના સાનિધ્યમાં બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષા રોપણ માટે રોપા વિતરણ કાર્યકમ યોજાયો હતો.

જેમાં ૪૨ યુનિટ બ્લડ એકત્ર કરાયુ હતું અને દર્શનાર્થીઓને વિનામૂલ્યે રોપા વિતરણ કરી આપેલા રોપા વાવી અને તેની માવજત કરવા અપીલ કરાઇ હતી. આ કાર્યકમ થકી સમાજમાં રક્તદાન એજ મહાદાન અને આવનાર ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ બચાવવાના હેતુને સાર્થક કરવામાં બળ મળી રહે તે માટે આયોજન કરાવ્યુ હતું.

આ કાર્યક્ર્મમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, વિસનગર રોટરી-રોટરેક્ટ ક્લબમાં સભ્યો તથા સદુથલાના ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ ભાગ લઇ કાર્યકમને સફળ બનાવ્યો હતો

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.