ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા SOGએ પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આઠ આરોપીઓની ધરપકડ કરી આ આરોપીઓમાં રાજસ્થાનનો એક બાળ કિશોર પણ સામેલ તેમને હિંમતનગરના વિજાપુર રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યા સાબરકાંઠા SOGના PI ડી.સી. પરમારે જણાવ્યું કે, SOG PI, PSI અને સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ અને ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે પેટ્રોલિંગ કરી રહ્યા.

આ દરમિયાન અનિરુદ્ધસિંહ અને હરપાલસિંહની સંયુક્ત બાતમી મળી કે, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીઓ હિંમતનગર બાયપાસ રોડ પર વિજાપુર જતા રોડ પર ઉભા આ બાતમીના આધારે ટીમે સ્થળ પર પહોંચી આરોપીઓને ઝડપી પાડ્યા ધરપકડ કરાયેલા આરોપીઓને વધુ કાર્યવાહી માટે.
![]()
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા પકડાયેલા આરોપીઓમાં આશીષ રામેશ્વર તબીયાડ, દિલીપકુમાર અશ્વિનભાઇ તબીયાર, સિકંદરકુમાર બંસીલાલ પાંડોર, દીલીપકુમાર થાવરાજી ભીલ, સચીન શાંતીલાલ ખરાડી (તબીયાડ), હિતેશ ઉર્ફે અંકુશ નાથુભાઇ શકરાજી તબીયાડ, અંકુશ રાજેશભાઇ જોષીયારા (તમામ રાજસ્થાનના રહેવાસી) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરનો સમાવેશ થાય.


