ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનની કોશિશ અને રાયોટિંગના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડ્યો આરોપીને વધુ તપાસ માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો આરોપી જયંતીભાઈ રમેશભાઈ ગમાર, અજાવાસ, તા. પોશીના, જી.સાબરકાંઠાનો રહેવાસી તે હાલ રાજસ્થાનના સિરોહી પાસે આવેલા રોહીડા વિસ્તારમાં મજૂરી કરતો હોવાની બાતમી LCBને મળી.

આ માહિતી હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પ્રાપ્ત થઈ બાતમીના આધારે, LCBની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ આદિવાસી વિસ્તાર હોવાથી, ટીમના સભ્યોએ વેશપલટો કરીને ફેરીયા બની આરોપીના રહેણાંક વિસ્તારની માહિતી એકઠી કરી. રાજસ્થાનની રોહીડા પોલીસની મદદ લઈને,
![]()
આરોપી જયંતીભાઈ રમેશભાઈ ગમારને તેના હાલના રહેઠાણ વલોરીયા, રોહીડા,જી. સિરોહી, રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધણી કરાવ્યા બાદ, આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.


