સાબરકાંઠા LCBએ ગાંભોઇ નજીક કારમાંથી વિદેશી દારૂ સાથે કાર ચાલકને ઝડપ્યો..

June 4, 2025

સાબરકાંઠા : સાબરકાંઠા એલસીબી પોલીસે ગાંભોઇ હાઇવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને ઝડપી લીધી પોલીસને મળેલી બાતમીના આધારે રાયગઢ રેલ્વે બ્રિજ નજીક શંકાસ્પદ કાર નંબર GJ.01.KJ.5925ને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

કાર ચાલકે પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરીને ગાંભોઈ નજીકથી કારને ઝડપી લીધી હતી. કારની તલાશી લેતા તેમાંથી રૂ. 2.50 લાખની કિંમતની 792 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

એલસીબી પોલીસે કાર સહિત કુલ રૂ. 4.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0