ગરવી તાકાત, પાલનપુર તા. 21 – પાલનપુરના નમકીનના વેપારી પાસેથી ૧.૭૫ લાખ ભરેલી બેગ ઝુંટવી ત્રણ લૂંટારા ફરાર થઇ ગયા હતા. જે અંગેની ફરિયાદ નોંધાઇ હતી. એલસીબીએ લૂંટ કરનાર શખસોને શનિવારે ગઠામણ પાટિયા નજીકથી રૂ.૮૪ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.

પાલનપુરમાં આકેસણ ફાટક બહાર અક્ષતમ ભાગ-૧ માં રહેતા અને નમકીનની એજન્સી ધરાવતા વેપારી ભવેશકુમાર ગોરધનભાઈ માંકડિયા (પટેલ)ને ૧૩ મે ને શનિવારની રાત્રે રૂ.૧.૭૫ લાખ રોકડ ભરેલ બેગ ઝપાઝપી કરી લૂંટ કરી ત્રણ શખસો નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારે એલસીબીએ ચાર શખ્સોને ગઠામણ પાટિયા નજીકથી ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂ. ૮૪ હજાર રૂપિયા ભેરલી બેગ અને લૂંટારુઓ પાસેના ત્રણ મોબાઇલ રૂપિયા ૨૦ હજારની કિંમતના કબ્જે લઈને ચારેય આરોપીને પશ્ચિમ પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ
૧. રાજુજી ગેનાજી ઠાકોર (મૂળ રહે.મુડેઠા,ખેતાણી પાર્ટી,હાલ રહે.આકેસણ રોડ,લાલિયા તળાવ પાલનપુર)
૨. સિદ્ધરાજસિંહ રૂપસંગજી ઠાકોર (રહે.સુણોક,તા.ઊંઝા)
૩. મહેન્દ્રસિંહ રણાજી પરમાર (રહે.વાલાણી પાર્ટી,વામૈયા,તા.સરસ્વતી)
૪. ટીનાજી ચતુરજી ઠાકોર (રહે.વામૈયા)


