પોલીસના વેશમાં આવી લુંટારૂઓએ પતિ સામે પત્નિનો બળાત્કાર ગુજાર્યો : પાકીસ્તાન

શેર કરવા અહીં ક્લિક કરો.

પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં એક દંપતીનાં લગ્નની પહેલી રાતે, પોલીસનાં ગણવેશ પહેરીને આવેલા ચાર લૂંટારુઓએ પતિની સામે નવવિવાહિત 22 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ કર્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી.

પોલીસે એફઆઈઆરને ટાંકીને જણાવ્યું છે કે, બુધવારે જ્યારે વરરાજા મોહમ્મદ લતીફની બારાત લાહોરથી આશરે 350 કિલોમીટર દૂર મુલ્તાનમાં શુજાનાં મોચીપુરા સ્થિત તેના નિવાસસ્થાન પર પહોંચી હતી ત્યારે આ ઘટના બની હતી.

બાદમાં પોલીસનો ગણવેશ પહેરી ચારે લૂંટારુઓએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને પરિવારનાં સભ્યોને બંધક બનાવીને કન્યા સાથે સામૂહિત દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “પોલીસ ગણવેશ પહેરેલા ચાર લૂંટારુઓ બુધવારે મોડીરાત્રે દૌડી આવ્યા હતા.” તેઓએ પરિવારને બંધક બનાવ્યો અને દંપતીનાં રૂમમાં પ્રવેશ કર્યો જ્યાં તેઓએ પતિની સામે દુલ્હન પર સામૂહિક દુષ્કર્મ કર્યો. તેઓએ આ દંપતીને ઢોર માર પણ માર્યો હતો.” લૂંટારૂઓએ કન્યા પાસેથી પાંચ તોલા (58.3 ગ્રામ) સોનું અને 1,25,000 રૂપિયા લૂંટી લીધાં હતાં.

પોલીસે જણાવ્યું કે, બાદમાં આ દંપતીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તબીબી અહેવાલમાં દુષ્કર્મની પુષ્ટી કરવામાં આવી હતી. દુલ્હનની હાલત સ્થિર હોવાનું જણાવાય છે. વરિષ્ઠ પોલીસ અધિકારી ખુર્રમ અલી શાહ પીડિત પરિવારને મળ્યા અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી. શાહે કહ્યું, “ફોરેન્સિક રિપોર્ટ તપાસની દિશા નિર્ધારિત કરવામાં મદદ કરશે.” તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું શંકાસ્પદ કટ્ટર ગુનેગારો હતા કે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટને કારણે તેઓએ આ પરિવારને નિશાનો બનાવ્યો હતો. પંજાબ પ્રાંતનાં મુખ્ય પ્રધાન ઉસ્માન બુજદારે પોલીસ અધિકારીઓને દોષીઓને વહેલી તકે પકડવાનો નિર્દેશ આપ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.