ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયાં

June 27, 2024

પાલનપુર પંથકમાં પડેલા વરસાદને લઈને પાલનપુરથી માલણ ગામમેં જોડતા 25 ગામો તરફ જતો મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા

ગરવી તાકાત, મહેસાણા તા. 27 – હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકોમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો,જોકે પાલનપુર પંથકમાં પડેલા વરસાદને લઈને પાલનપુરથી માલણ ગામમેં જોડતા 25 ગામો તરફ જતો મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે. રોડ ઉપર ભરેલ પાણીમાંથી પસાર થતા બાઇક,એક્ટિવા સહિતના અનેક નાના વાહનો બંધ પડી રહ્યા છે તો અનેક નાના વાહન ચાલકો રોડ ઉપર ભરેલ પાણીને જોઈને પરત ફરી રહ્યા છે. તો મોટા વાહનો પણ મહામુસીબતે પાણી માંથી નીકળી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા રોડ અઘ્ધર લેવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Banaskantha News Due to two days of heavy rain, rain water has entered the  houses in Madka village of Vav taluka | BANASKANTHA : બે દિવસ ભારે વરસાદને  કારણે વાવના માડકા ગામમાં ઘરોમાં ઘુસ્યા વરસાદના પાણી, ખેતરો પણ તળાવ બન્યાં

હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યા બાદ જિલ્લાના અનેક પંથકો સહિત પાલનપુર પંથકમાં વરસાદ પડતાં પાલનપુરના અનેક ગ્રામીણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદને લઈને પાલનપુરથી મલાણા ગામને જોડતા અને 25 ગામો તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય માર્ગ ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા પાણી માંથી પસાર થતા બાઇક, એક્ટિવા અને કાર જેવા નાના વાહનો પાણીમાં ફસાઈને બંધ પડી રહ્યા છે તો મોટા વાહનો પણ પાણી માંથી મહામુસીબતે પસાર થઈ રહ્યા છે.

રોડ ઉપર પાણી ભરાતા પાલનપુરથી મલાણા થઈને આંત્રોલી, વરવાડિયા, રામપુરા, ઉત્તમપુરા સહિત 25 ગામો તરફ જતા આવતા નાના વાહન ચાલકો પાણી જોઈને પરત ફરી રહ્યા છે. તો 5 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે. તો દર ચોમાસામાં આ માર્ગ ઉપર આ જ સ્થતિ ઉભી થતા 25 ગામોના સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ રોડને ઊંચો કરવામાં આવે જેથી આ સમસ્યાનો અંત આવે એને વાહન ચાલકો અને સ્થાનિકોને કોઈ તકલીફ ન પડે.

વાહનચાલક હેમરાજભાઈએ ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે, પાલનપુર પંથકમાં પડેલ વરસાદને લઈને પાલનપુર-મલાણા માર્ગ ઉપર પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકો અટવાઈ રહ્યાં છે. માર્ગ ઉપર પાણી ભરાયા છે હું બાઇક લઈને જતો હતો પણ પાણી બહુ હોવાથી પરત ફરી રહ્યો છું. તો અન્ય એક ચાલકે કહ્યું કે, રોડ ઉપર પાણી ભરાઈ જતા મારુ વાહન બંધ પડી જતા મેં ખેંચીને બહાર કાઢ્યું છે. દર વર્ષે આ સમસ્યા ઉભી થાય છે. હું એક્ટિવા લઈને મલાણા જતો હતો પાણીમાં મારુ વાહન બંધ થઈ ગયું હવે ચાલુ થતું નથી..હું દોઢ કલાકથી હેરાન થઈ રહ્યો છું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0