બોક્સર વિજેંદર સીહે તેમના એવોર્ડ પાછા આપવાની ચેતવણી આપી છે. તેમને કહ્યુ હતુ કે ખેડુતોની માંગ નહી સ્વીકારાય તો હુ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પાછો આપી દઈશ. સીંધુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડુતોને સમર્થન કરવા પહોચી તેમની સાથે એકજુટતા બતાવી હતી.
વિજેદંરે કહ્યુ હતુ કે હુ ખેડુતો અને સેનાના પરિવારમાંથી આવુ છે. હુ તેમની પીડાઓને જાણુ છુ એટલે સમય આવી ગયો છે કે સરકાર તેમની માંગોને સ્વીકારી લે.
વિજેદંરે 2008માં બૈજીંગમાં કાંસ્ય પદક જીતી ભારતને પહેલો ઓલપીંક મેડલ જીતાડ્યો હતો.
એના પહેલા બૈજીંગ ઓલપીંકમાં કોચ ગુરુબખ્સ સીંહ સંધુએ પણ ખેડુતોના સમર્થનમાં તેમનો દ્રોણાચાર્ય એવોર્ડ પાછો આપવાની વાત કરી હતી.
આ લીસ્ટમાં પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ વિજેતા પેહલવાન કરતાર સીંહ, અર્જન એવોર્ડ વિજેતા સજ્જન સીંહ તથા અર્જુન એવોર્ડ વિજેતા હોકી પ્લેયર રાજબીર કૌર પણ સામેલ છે.
એવોર્ડ પરત કરનારાનુ લીસ્ટ ખુબ જ લાંબુ છે જેમાં પંજાબી સીગર અને અભીનેતા હરભજન માને પણ તેમનો એવોર્ડ પાછો આપ્યો હતો.એના પહેલા પંજાબના પુર્વ મુખ્યમંત્રી પ્રકાશ સીંહ બાદલે પણ કેન્દ્ર સરકારના ખેડુત બીલના વિરોધમાં પદ્મ ભુષણ એવોર્ડ પાછો સોંપી દીધો હતો.
ખેડુતો છેલ્લા 12 દિવસથી દિલ્લીની બોર્ડર ઉપર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડુતો કહી રહ્યા છે કે બીલ પાછુ નહી ખેંચાય ત્યા સુધી અમે ઘરે નહી જઈયે. ખેડુતોએ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનુ એલાન પણ આપ્યુ છે.