વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં રિસર્ચ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

August 15, 2023

સમગ્ર દેશ તથા અને ગુજરાતના ગૌરવ સમા ભૌતિકશાસ્ત્રી, અને સંશોધક પદ્રમ વિભુષણ ડૉ. વિક્રમ સારાભાઈ ની જન્મ તિથીના દિવસે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં રિસર્ચ દિવસની ઉજવાયો 

યુનિવર્સિટી ખાતે રિસર્ચ ડેની ઉજવણી બદલ પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો.પ્રફુલ ઉડાની અને રજીસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદી સહિતે  સેન્ટર ઓફ રિસર્ચ એન્ડ ઇનોવેશનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા

ગરવી તાકાત, વિસનગર તા. 12- સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે તારીખ ૧૨ ઓગસ્ટના રોજ સમગ્ર દેશ તથા અને ગુજરાતના ગૌરવ સમા ભૌતિકશાસ્ત્રી, અને સંશોધક પદ્રમ વિભુષણ ડૉ. વિક્રમ સારાભાઈ ની જન્મ તિથીના દિવસે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં રિસર્ચ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રિસર્ચ ડેની ઉજવણીના મુખ્ય મહેમાન ડો. ચંદ્ર એમ કિસ્તવાલ, વૈજ્ઞાનિક, ઈસરો અને શ્રી વિકાસ ગુપ્તા, જોઈન્ટ ડાયરેક્ટર, હેડ MSME, ઉપસ્થિત રહ્યા હતા  અને તેઓ એ સમગ્ર યુનિવર્સિટી પરિવારને ISRO તથા MSME  દ્વારા કાર્યરત વિવિધ પ્રોજેક્ટસ અને ઇનોવેશન્સથી અવગત કરાવ્યા હતા અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને ISRO તથા MSME સંયુક્ત ઉપક્રમે નવા પ્રોજેક્ટસ શરુ કરવા માર્ગદર્શન તથા અધ્યાપકોને ભવિષ્ય માટે જરૂરી સંશોધન પ્રત્યે રુચિ કેળવવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યકમમાં નિરંતર એક વર્ષથી સંશોધન ક્ષેત્રે વિશેષ યોગદાન આપતા રિસર્ચ  કો.ઓરડીનેટર, SSIP કો.ઓરડીનેટર સભ્યોને ઉત્કૃષ્ટ પ્રોત્સાહનનું પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે રિસર્ચ પેપર, પેટન્ટ, બુક, બુક ચેપ્ટર, કન્સલ્ટન્સી,  અને  રિસર્ચ પ્રોજેક્ટ માટે કુલ 21 લાખનું રિસર્ચ ઇનસેન્ટિવ વિવિધ કોલેજના ફેકલ્ટી મેમ્બર્સને એનાયત  કરી તેઓને વધુ  રિસર્ચ માટે પ્રોત્સાહિત  કર્યા હતા.  આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે ટીચિંગ અને નોન ટીચિંગ ફેકલ્ટી મેમ્બર ને   વિવિધ શ્રેણીના એવોર્ડ એનાયત કરી સન્માન કર્યું હતું.

યુનિવર્સિટી ખાતે રિસર્ચ ડેની ઉજવણી બદલ પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો.પ્રફુલ ઉડાની અને રજીસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે ડિન ડો. ઉજાશ શાહ, એસોસિએટ ડિન ડો. હિરલ પરીખ અને એસોસિએટ ડીન ડો. સંતોષ શાહ અને સેન્ટર ઓફ રિસર્ચ એન્ડ ઇનોવેશનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0