-> વિસનગર તાલુકાના કાંસા – સિદ્ધેશ્વરી રોડના માર્ગો વચ્ચે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી :
ગરવી તાકાત મહેસાણા : નાગરિકોને અવરજવરની સુવિધામાં અગવડ ન પડે તે માટે રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન લોકોને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે તે માટે અલગ અલગ વિસ્તારોમાં વરસાદને કારણે નુકસાની પામેલ રસ્તાઓની રીપેરીંગ તેમજ રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસનગર તાલુકાના માર્ગો પર પેચવર્ક સહિત મરામતની કામગીરી અવિરતપણે કરવામાં આવી રહી છે. જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત) દ્વારા જિલ્લાના તેમજ તાલુકાના વિવિધ માર્ગોની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં વિસનગર તાલુકાના કાંસા – સિદ્ધેશ્વરી રોડના માર્ગ વચ્ચે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.



