વિજાપુરમાં મકાનનું તાળુ તોડી રુપિયા 16.46 લાખનું ખાતર પાડનાર મહિલા આરોપીની રેગ્યુલર જામીન નામંજુર 

December 6, 2023

સરકારી વકીલ પરેશ કે. દવેની ધારધાર રજૂઆતોને ધ્યાને લેતા મહેસાણા કોર્ટે રેગ્યુલર જામીન નામંજુર કર્યા 

એક મહિલા સહિત ચાર તસ્કરોએ ભેગા મળી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિત 16.46 લાખની ચોરી કરી હતી

ગરવી તાકાત, મહેસાણા તા. 06- વિજાપુર ખાતે એક મકાનનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકેલી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના મળી કુલ રુપિયા 16.46 લાખના મુદ્દામાલની ચોરી થવા પામેલ હતી. જેની ફરિયાદ વિજાપુર પોલીસ મથકે મકાન માલિકે નોંધાવી હતી. જે કેસમાં સંડોવાયેલી મહિલા આરોપીઓ મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકતાં સરકારી વકીલ પરેશકુમાર દવેની ધારધાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ મહિલા આરોપીના રેગ્યુલર જામીન અરજી મંજુર કર્યા હતા.

Corona's entry into Mehsana court slapped Clark positively | મહેસાણા કોર્ટમાં કોરોનાનો પ્રવેશ ક્લાર્કને પોઝિટિવ આવતાં ફફડાટ - Divya Bhaskar

વિજાપુરના રામનગર સોસાયટીમાં રહેતા પરશુરામ તુલસીરામ હરવાણીના મકાનમાં એક મહિલા સહિત તસ્કર ટોળકીએ ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરનું તાળુ તોડી ઘરમાં રહેલા લાકડાના કબાટમાં રોકડ રુપિયા 58,600 તથા તિરોજીનું લોકર તોડી તેમાં મુકેલા રુપિયા 7.29 લાખ તેમજ ચાંદીના 13 નંગ સિક્કા, ચાંદીની મૂર્તિ, ઝાઝર, સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી, સોનાનું પેન્ડલ, ચેઇન, સહિત કુલ રુપિયા 16,46,740ના મુદ્દામાલ ગત તા. 3-8-23ના રોજ ચોરી કરી હતી. જેની ફરિયાદ વિજાપુર પોલીસ મથકે નોંધાવા પામી હતી. આ ચોરીના ગુનામાં ચાર જેટલા આરોપી તથા એક મહિલા આરોપી સોનીયાકૌર લખનસિંઘ સરદાર રહે. બાલાજી સોસાયટી, વાવ તા. સતલાસણાની ધરપકડ કરી હતી.

આરોપી મહિલાએ આ ગુનામાં મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જેમાં સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ દલીલ કરી હતી કે આરોપી પાસેથી સોાનાનું મંગળસૂત્ર, મૂર્તિઓ સહિત ચોરી કરેલા રુપિયા 3 લાખ તેના એસબીઆઇના ખાતામાં જમા કરાવેલ છે જેને પોલીસ ફ્રીઝ કરી તેને રીકવર કરવાના બાકી છે.  આ મહિલાએ તેના સાથી મિત્રો સાથે ભેગા મળી આ પ્રકારની ચોરી કરવા ટેવા.યેલા હોવાથી આરોપીને જામીન મંજુર ન કરી શકાયની દલીલોને સાંભળ્યાં બાદ એડી ડિસ્ટ્રીક્ટ ઝેડ.બી. ત્રિવેદી સાહેબે મહેસાણાએ જામીન ના મંજુર કર્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0