મહેસાણા જિલ્લો સર્વશ્રેષ્ઠ બનાવીએ
મહેસાણા જિલ્લો અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ બને તેવી કામગીરી સૌ સાથે મળીને કરીશું
– જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ
ગરવી તાકાત:- મહેસાણા
મહેસાણા જિલ્લામાં નવનિયુક્ત કલેકટર ઉદિત અગ્રવાલે જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળતાં તમને આવકારી કલેકટર કચેરીના કર્મયોગીઓ દ્વારા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો.,જે પ્રસંગે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લો તમામ ક્ષેત્રે અગ્રીમ ભુમિકામાં રહે તે માટે આપણે સાથે મળીને કામ કરવાનું છે.
જિલ્લા કલેકટર ઉદિ
ત અગ્રવાલે ઉમેર્યું હતું કે મહેસાણા જિલ્લાએ વિકાસક્ષેત્રે નવીન સિધ્ધીઓ હાંસલ કરી છે
. મહેસાણા જિલ્લામાં છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણે જે પણ કામ કરીએ તેમાં સર્વેશ્રેષ્ઠ રહી મહેસાણા જિલ્લાને પણ સર્વેશ્રેષ્ઠ બનાવવા લક્ષ્ય નિર્ધાર કરવા જણાવ્યું હતું
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે જિલ્લા કલેકટરની આગેવાની હેઠળ ટીમ મહેસાણા સતત જિલ્લામાં નવી સિધ્ધીઓ હાંસલ કરવા કામગીરી કરશે. મહેસાણા જિલ્લામાં સરકારની તમામ ફલેગશીપ યોજનાઓ સહિત સરકારના કાર્યક્રમોને જનમાનસ સુધી લઇ જવા જિલ્લો કટિબધ્ધ છે તેમ જણાવ્યું હતું
આ પ્રસંગે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલનું નિવાસી અધિક કલેકટર, પ્રોબેશન આઇ.એ.એસ અધિકારી સહિત જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મયોગીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું