મહેસાણા જીલ્લાના સાંથલ પોલીસ સ્ટેશનમાં મહિલાએ એક શખ્સ વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ મુજબ આરોપી પહેલાથી જ પરણિત હોવા છતા તેને અંધારામાં રાખી તેની સાથે લગ્ન કરી તેની સાથે અવાર નવાર શરીર સુખ માણ્યુ હતુ.
આ મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ જોટાણા તાલુકાના ગોંવીદવાડી ગામનો ઝાલા અનિરૂધ્ધસીંહ ઝાલા નામનો શખ્સ ઓન.એન.જી.સી.માં સીક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આ શખ્સ અગાઉથી પરણિત હોવા છતા 6 વર્ષ પુર્વે એક યુવતી સાથે પોતાનુ પ્રથમ લગ્ન જીવન હયાત હોવા છતા બીજી વખત લગ્ન કર્યા હતા. દરમ્યાન આ શખ્સ પોતાની પત્ની હયાત હોવા છતાં યુવતી સાથે વારંવાર શારીરીક સંબધ બાંધતો હતો. જે મામલે યુવતીને પાછળથી ઝાલા અનિરૂધ્ધસીંહ પરિણીત હોવાની જાણ થતા તે છેતરાઈ હોવાનો એહસાસ તેને થયો હતો. દરમ્યાન આ મામલે યુવતીએ ઝાલા અનિરૂધ્ધ સામે પોતાની છેતરી હોવાની કથની રજુ કરતા ઉશ્કેરાયેલા અનિરૂધ્ધે તેને માર માર્યો હતો. જે મામલે ઈજાગ્રસ્ત યુવતીએ સરકારી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ ઝાલા અનિરૂધ્ધ સામે બળાત્કારની કલમ કલમ ૩૭૬,(૧), ૩૭૬ (૨) (એન), ૪૯૪, ૩૨૩, ૫૦૬(૨) અંતર્ગત સાંથલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી.


