શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે રક્ષાબંધન ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની સમગ્ર રાજય માં ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે રક્ષાબંધન દિવસે વણજોયા મૂર્હુતો સારા હોય બહેન પોતાનાં ભાઈને રાખડી બાંધી ભાઈની લાંબા આયુષ્ય તેમજ સમૃધ્ધીની પ્રાર્થનાં કરશે. જયારે ભાઈ પણ બહેનને દરેક રીતે રક્ષા કરવાનું વચન આપી ભાઈ-બહેનનાં સ્નેહભર્યા સંબંધની ઉજવણી કરવામાં આવશે. ત્યારે કડી પોલિસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ ભાઈઓ પણ પોતાની બહેનો ક્યારે રાખડી બાંધવા આવે તેની આતુરતાથી રાહ જોઈ ને બેઠા હોય છે, પણ પોલીસ કર્મચારીઓ ના ભાઈઓ દૂર દૂર તેમની નોકરી હોવાના કારણે પોતાની બેન પાસે રક્ષાબંધનો તહેવાર ખૂબ જ ઓછા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ ના ભાઈઓ પોતાની બેન સાથે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ તહેવાર ના દિવસે પોતાની બહેન સમજી ને કડી માં આવેલ નારી એકતા ફાઉન્ડેશનની મહિલાઓ દ્ધારા આ પોલીસ ભાઇઓ ને રાખડી બાંધી ને તેમની બહેનોની કમી પૂરી કરવામાં આવી હતી.
ભાઇ-બહેનનાં પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની કડી પોલીસ સ્ટેશન ખાતે ઉજવણી કરવામાં આવેલ હતી.
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પોલીસ ની પણ શ્રેષ્ઠ કામગીરી નો સમાવેશ થાય છે પોલીસ જવાનો રાત-દિવસ જોયા વગર અડીખમ ઊભા રહીને આ કોરોનાની મહામારી વચ્ચે ફરજ બજાવે છે. ત્યારે તેમની રક્ષા માટે નારી એકતા ની મહિલાઓ દ્ધારા તેમને રક્ષા બાંધી હતી. કડીમાં નારી એકતા ફાઉન્ડેશનના અઘ્યક્ષ ભગવતીબેન પટેલ અને તેમની સાથે જોડાયેલ મહિલાઓ દ્વારા પોલીસ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધી મોઢા મીઠા કરવામાં આવ્યા હતા.