ગુજરાતના આ 2 જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો! જાણો કડાકા સાથે ક્યારે પડશે વરસાદ?

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ

નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ

ગરવી તાાકત, ગાંધીનગર તા. 14 – ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. આજે રાજકોટ અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ જિલ્લાના લોધિકાના અમર ઈટારા, હરીપર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. અહીં સાપુતારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું.

image

ગુજરાતમાં હાલ ગરમીમાં આંશિક રાહત મળી છે પરંતુ રાજ્યમાં ધોધમાર વરસાદને લઈ કોઈ શક્યતા દેખાઇ રહી નથી.  હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગુજરાતમાં હાલ પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.  આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં બે દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજકોટ જિલ્લામાં અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ માં અસહ્ય ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા ડીબાંગ વાદળોનો ખડકલો જોવા મળતો હતો. જેમાં ભારે પવન સાથે વરસાદ નું આગમન થતા બને શહેર ના મેઈન રોડ પર પાણી વહેતા થયા હતા.અસહ્ય ઉકળાટ બાત અચાનક ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ નું આગમન થતા ગરમી માં પણ થોડી રાહત શહેરીજનો ને મળી છે.વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો માં પણ ખુશી નો માહોલ જોવા મળતો હતો.

image

પહેલા વરસાદમાં જ ડાંગના આહવામાં આભ ફાટ્યું, ખાપરી નદીમાં પૂર 

image

 

આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારના ડુંગર પર આભ ફાટ્યું છે. જેના કારણે ત્યાં ધોધમાર વરસાદ થયો છે. આ સાથે આભ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.  આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ગુરુવારે સાંજે 4 વાગ્યાના અરસામાં સાપુતારા સહીત છુટા છવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા ગલકુંડ વિસ્તારના ડુંગર પર વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફળી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. આમ, ડાંગ જિલ્લામાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હાલ સમગ્ર ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

 14 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
  • સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી

15 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

  • નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી

16 જૂને આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

  • નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.