ઉંઝામાં નકલી જીરૂ બનાવતી ફેક્ટર પર દરોડા – 3200 કિલોનો જથ્થો ઝડપાયો !

December 10, 2021

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મહેસાણાના ઉંઝા મુકામે  એક ફેક્ટરીમાં  દરોડા પાડી બનાવટી જીરૂ બનાવી રહેલ  ફેક્ટરી સંચાલકને ઝડપી  પાડયો છે. વરીયાળીનું ભુસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મીક્ષ કરી તડકામાં સુકવી જીરુના આકાર અને કલર જેવુ બનાવટી જીરુ બનાવી રહ્યા હોવાનુ ધ્યાને આવતા તંત્રએ સ્થળ પરથી રૂ. 84,800ની કિંમતનો 3200 કિલોનો જથ્થો જપ્ત કરી બનાવટી જીરુ બનાવવા માટે વપરાતા રો-મટીરીયલના નમુનાઓ જરૂરી પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુખ્ય કચેરી તથા મહેસાણા કચેરીના અધિકારીઓ દ્વારા મહેસાણા જીલ્લાના ઉંઝા ખાતે ગંગાપુર રોડ પર આવેલી ક્લીનીંગ ફેક્ટરીમાં આકસ્મિક તપાસ હાથ ધરતા બનાવટી જીરુ બનાવવાની કામગીરી ચાલુ હોવાનુ બહાર આવ્યું હતું. દરોડો પાડીને ટીમે સ્થળ પરથી ઊંઝાના પટેલ બિનેશકુમાર રમેશભાઈને આ બનાવટી જીરું બનાવવાની કામગીરી કરતા પકડ્યા હતા. તપાસ દરમિયાન આ વ્યક્તિ વરીયાળીનું ભુસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મીક્ષ કરી તડકામાં સુકવી જીરુના આકાર અને કલર જેવુ બનાવટી જીરુ બનાવી રહ્યા હોવાનુ ધ્યાને આવ્યું હતું. આ સ્થળેથી બનાવટી જીરુ અને તે બનાવવા માટે વપરાતા તમામ કાચા પદાર્થો (રો-મટીરીયલ)ના કુલ-૦૪ નમુનાઓ કાયદાનુસાર લઈ અને જરૂરી પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે સ્થળ પરથી રૂ.84,800ની કિંમતનો 3200 કિલોનો જથ્થો જપ્ત કરીને ગોળની રસીનો આશરે 200 લીટરનો જથ્થો પેરીસેબલ હોવાથી આ જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ.જી કોશિયાએ જણાવ્યું હતુ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0