પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સલમાન ખુર્શીદની બુકના આધારે હિંદુ ધર્મ અને હિંદુત્વ વિશે કરેલી ટીકાનો જવાબ આપતાં જણાવ્યું છે કે, ભારતીય સનાતન ધર્મને પોતાની વ્યાખ્યા માટે કોઈના પુરાવાની જરૂર નથી. ભારતીયો માટે હિંદુ ધર્મ અને હિંદુત્વ હંમેશાં શ્રદ્ધેય રહ્યું છે. ભારતએ બધા ધર્મ સંપ્રદાયને આવકારનારો દેશ છે. કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવી કે લાગણી દુ:ભાવવી તેવું હિન્દુ ધર્મ અને હિન્દુત્વ શીખવાડતું નથી. પ્રવકતા મંત્રીએ જણાવ્યું કે, રાહુલ ગાંધી માટે સલમાન ખુર્શીદની બુક કદાચ બાઇબલ હશે, પરંતુ હિન્દુ સમાજ માટે રામાયણ એ જ ધર્મગ્રંથ છે.
પુર્વ કેન્દ્રીય મંત્રી સલ્માન ખુર્શીદની નવી પુસ્તકમાં હિન્દુત્વની તુલના આંતકી સંગઠન બોકો હરામ અને ઈસ્લામીક સ્ટેટની વિચારધારાથી કરવા પર હંગામો મચ્યો છે. ભાજપ/આરએસએસ એ આ મામલાને ખુબ સીરીયસલી લીધો છે. એવામાં રાહુલ ગાંધી આ વિવાદ વિષે ડાયરેક્ટ કઈં બોલ્યા વગર ઈશારામાં કહ્યુ છે કે, હીન્દુ ધર્મ અને હીન્દુત્વ બન્ને અલગ અલગ છે. જો એક હોત તો તેમનુ નામ પણ એક જ હોત. શું હિંદુ ધર્મનો અર્થ શીખ કે મુસ્લિમને મારવાનુ થાય છે? શું હિંદુ ધર્મ અખ્લાકની હત્યા કરવા માટે છે? આવુ કયા પુસ્તકમાં લખ્યું છે? મેં ઉપનિષદ વાંચ્યા છે, પણ એમાં ક્યાંય લખ્યુ નથી કે નિર્દોષને મારી નાખો.
ભારતમાં રહીને ભારતના ગુણગાન ગાવા જોઈએ તેના બદલે કોંગ્રેસના રાહુલ ગાંધી પડોશી દેશના ગુણગાન ગાય છે તે તેમને શોભતું નથી. જો તેમને તેમ જ કરવું હોય તો તેઓ તે દેશમાં ચાલ્યાં જાય.
— Jitu Vaghani (@jitu_vaghani) November 12, 2021
અત્રે ઉલ્લેખનીય છે કે, જીતુ વાધાણીએ રાહુલ ગાંધી પર પ્રતિક્રીયા આપતા કહ્યુ છે કે, ભારતમાં રહીને ભારતની જ ખોદણી કરવી અને ભારતનું નીચું દેખાડવું તેમજ નફરતની વિચારધારા ફેલાવનારાઓને ગુજરાત અને દેશની જનતા ઓળખી ગઈ છે. ભારતમાં રહીને પાકિસ્તાન મેચ જીતે તો તેની ઉજવણી કરવી, ભારતીય લશ્કરના પરાક્રમ અને ગૌરવ સમાન સર્જીકલ સ્ટ્રાઈક વિશે પુરાવાઓ માંગી દુશ્મન દેશના વખાણ કરનારા લોકોએ તે દેશમાં જતું રહેવું જોઈએ.
આ સીવાય વાઘાણીએ એમ ઉમેર્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટે હિંદુત્વ અને હિન્દુ ધર્મની વ્યાખ્યા કરી છે કોંગ્રેસના નેતાઓ શશી થરૂર, દિગ્વિજયસિંહ, સલમાન ખુર્શીદ અને રાહુલ ગાંધીને ઈચ્છા થાય ત્યારે ગમે તેમ હિન્દુત્વ માટે બોલવું. ભગવાઆતંકવાદ, હિન્દુ તાલિબાન વગેરે જેવા શબ્દો પ્રયોજવા તે તેમની નબળી માનસિકતાના દર્શન કરાવે છે. આવા કથનો દ્વારા તેઓ હિંદુ ધર્મની પરીક્ષા ન લે. હિન્દુત્વ અને હિંદુ ધર્મ ક્યારેય જુદો ન હોઈ શકે. અમે સૌ દેશવાસીઓને ભારતીયો માનીએ છીએ અને તેમને આવકારીએ છીએ. ભારતમાં રહીને ભારતના ગુણગાન ગાવા જોઈએ તેના બદલે કોંગ્રેસના રાહુલ ગાંધી પડોશી દેશના ગુણગાન ગાય છે તે તેમને શોભતું નથી. જો તેમને તેમ જ કરવું હોય તો તેઓ તે દેશમાં ચાલ્યાં જાય તેમ વાઘાણીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું.
Shri #RahulGandhi on ideology-@BJP4India @RSSorg – hateful and divisive#Congress @INCIndia – lovable, affectionate and nationalistic pic.twitter.com/4INIetg74J
— Vamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी (@VamsiChandReddy) November 13, 2021
તમને જણાવી દઈયે કે, રાહુલ ગાંધીએ હીન્દુ ધર્મ અને હીન્દુત્વ વિષે ફર્ક સમજાવતા નિવેદન આપ્યુ હતુ. જેમાં કોઈ દેશ વિરોધી તત્વ જેવુ સામેલ ન હોવા છતાં જીતુ વાઘાણીએ તેને દેશની અસ્મીતા સાથે જોડવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ નિેેવેદનમાં કાર્યકર્તાઓને સંબોધતા એ પણ ઉદાહરણ આપ્યુ હતુ કે, એકવાર ચીનના કેટલાક નેતાઓ આવ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તમે કહો છો કે તમે સામ્યવાદી છો, તો તમે એમ પણ કહો છો કે તમે ચાઈનીઝ લાક્ષણિકતાઓ ધરાવતા સામ્યવાદી છો. તો તમે મને એ જણાવો કે તમે સામ્યવાદી છો કે તમારામાં ચીની વિશેષતાઓ છે ? બંને એક સાથે ના હોઈ શકે ! કારણ કે જો તમે સામ્યવાદી હોય તો તમારે ખુદને સામ્યવાદી જ કહેવા જોઈએ, મારી આવી વાત સાંભળી તે પછી હસવા લાગ્યા. રાહુલે આ ઉદાહરણ ટાંકતા કહ્યુ કે જો તમે હિંદુ છો તો પછી હિંદુત્વની શી જરૂર છે ? આ નામની શુ જરૂર છે?

