ગરવી તાકાત પાટણ : રાધનપુર પોલીસે સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં શેરગઢના એક શખ્સની દ્વારકાથી ધરપકડ કરી આરોપી હરેશ બાજુ ઠાકોરને દ્વારકા બસ સ્ટેન્ડ ખાતેથી અપહરણ કરાયેલી સગીરા સાથે શોધી કાઢવામાં આવ્યો તેની સામે હવે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ 17 વર્ષ અને 6 માસની સગીરાનું તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ થયું આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 137(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.
![]()
સરહદી રેન્જ ભુજના આઈજી ચિરાગ કોરડીયા અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ અને તેમની ટીમે ટેકનિકલ પુરાવા અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપી અને ભોગબનનાર દ્વારકા ખાતે હોવાનું શોધી કાઢ્યું પોલીસ ટીમે દ્વારકા બસ સ્ટેશન ખાતેથી ભોગબનનાર સગીરા અને આરોપી હરેશ બાજુ ઠાકોર (રહે. શેરગઢ, તા. રાધનપુર) ને શોધી કાઢી પરત લાવ્યા.

ભોગબનનારની વધુ તપાસ અને પૂછપરછ દરમિયાન શારીરિક શોષણની વિગતો ખુલતા, પોલીસે અગાઉની કલમોમાં BNS કલમ 64(2)(એમ), 87 તથા પોક્સો એક્ટની કલમ 3(એ), 4, 5(એલ), 6, 11(4) અને 12 નો ઉમેરો કર્યો આ કામગીરીમાં રાધનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.વી. ચૌધરી સહિત હેડ કોન્સ્ટેબલ વિપુલ ભગવાન, જયેશ પબજી, ઈશ્વર શંકર અને અન્ય પોલીસ કર્મચારીઓ જોડાયા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ અને પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી.


