ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે જુગાર વિરોધી કાર્યવાહી કરી સાંપડ ગામની સીમમાંથી તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા પોલીસે તેમની પાસેથી કુલ ₹19,400નો મુદ્દામાલ જપ્ત કર્યો જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ, પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ.

અને વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી પેટ્રોલિંગ દરમિયાન, પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાની સૂચના મુજબ પોલીસ સ્ટાફને બાતમી મળી આ બાતમી મુજબ, સાંપડ ગામની સીમમાં ખુલ્લી જગ્યાએ કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી તીનપત્તીનો જુગાર રમી રહ્યા બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો પોલીસે દરોડા દરમિયાન વિપુલકુમાર રમેશજી મકવાણા, ભોળાજી રામાજી મકવાણા.
![]()
કિરણસિંહ કચરુસિંહ મકવાણા, રામાજી કાન્તીજી મકવાણા, શૈલેષ ઉર્ફે અનિલસિંહ અમરતસિંહ મકવાણા, ગાભાજી કડવાજી મકવાણા, અને બાબુજી મંગાજી મકવાણાને ઝડપી પાડ્યા ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડ ₹10,000, દાવ ઉપરના ₹9,400 અને ગંજીપત્તાના 52 પાનાં મળી કુલ ₹19,400નો મુદ્દામાલ કબ્જે કર્યો પ્રાંતિજ પોલીસે જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


