રાધનપુરમા વિરોધ, ન્યાય માટે મોટી સંખ્યામાં ચૌધરી, ભરવાડ ને ઠાકોર સમાજ સંગઠિત, ટોળાં બેકાબૂ થતાં પોલીસનો લાઠીચાર્જ

શેર કરવા અહીં ક્લિક કરો.

— રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધૂકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માગ મામલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું, જેને લઈ રાધનપુરનાં બજારો સજ્જડ બંધ રહ્યાં છે. આજે રાધનપુરમાં શંકર ચૌધરી સહિત મોટા પ્રમાણમાં સમાજ એકઠો થયો છે. બનાસ બેંકના ચેરમેન અણદાભાઇ પટેલ, ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ જોડાયા છે. આ સાથે ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના લોકો સહિત 15 હજારથી વધુ લોકો એકઠા થયા છે. હજારોની સંખ્યામાં એકઠી થયેલી ભીડ બેકાબૂ થતાં પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો છે. આ ન્યાયની માગની તમામ જવાબદારી શંકર ચૌધરીએ લીધી છે.

— આરોપીને કડક સજાની માગ

આ અંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે એક યુવાનની હત્યા કરવામાં આવે અને એક યુવતી પર બળજબરીપૂર્વક હુમલો કરવામાં આવે ત્યારે આ બન્ને ઘટનાને લઈ લોકોમાં આક્રોશ છે. ત્યારે ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવો મનનો ભાવ દરેકે દરેક વ્યક્તિનો છે સ્થાનિક પોલીસ તંત્રએ આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે તેમને કડક સજા થાય તેવી લોકોની અપેક્ષા છે. જ્યારે યુવતી અને હુમલો કરનાર આરોપી લાંબા સમયથી પરિચિત હતા અને એકતરફી પ્રેમપ્રકરણ કે પૈસાની લેતીદેતીમાં આ હુમલો કરાયો હોવાનું એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.

 STM અને SP બન્ને અહીં આવી સ્થળ પર જ આવેદનપત્ર લઈ લે એવી વિનંતી: શંકર ચૌધરી

તેમણે વધુમાં જણાવ્યું કે એક ટીમ બનાવીને સાર્વજનિક રીતે રાજ્યના ગૃહમંત્રીને ફરી એક વખત મળવાની છીએ અને એક ઉદાહરણ રૂપ સજા થાય એવી માગ કરીશું. આ સભા થઈ છે એ જ રેલી છે, જેમાં ધારણા ન કરી હોય એટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા

 છે. ત્યારે કોઈ અજુગતું ન થાય એ માટે બધાને વિનંતી કરી છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને અહીંથી બધા ત્યાં STMને આવેદનપત્ર આપવા જાય એને બદલે STM અને SP બન્ને અહીં આવે, સ્થળ પર જ આવેદનપત્ર લઈ લે એવી અમે વિનંતી કરી છે. ત્યારે બન્ને અધિકારી આવવા માટે સંમત થયા છે, જેથી કરીને કોઈ અજુગતી ઘટના ન બને. જ્યારે આ ઘૃણાસ્પદ ઘટનાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અતિસંવેદનશીલ ગણાવી છે. ચાર વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરીને હર્ષ સંઘવી માહિતી આપશે. જ્યારે રાધનપુર સહિત શેરગઢ ગામમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

— શું હતો મામલો ?

રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખસે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. જે મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હિન્દુ સમાજની એક બેઠક ગઈકાલે શુક્રવારે આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. એમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ રાખવું અને રાધનપુરની આદર્શ વિદ્યાલયથી સવારે 11 કલાકે મહારેલી યોજી આવેદનપત્ર આપવું. જોકે આજે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં રેલી આવેદનપત્ર આપવા જવાનું રદ કરવામાં આવ્યું હતું.

— ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાયો

આથી આ સાથે જ ધંધૂકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માગ સાથે ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાયો છે. આમ, ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાશે તેવું સાગરભાઈ ચૌધરીએ ગઈકાલે જણાવ્યું હતું, જેના ભાગરૂપે આજે રાધનપુરને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.