શહેરની પ્રજાને સસ્તાદરે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાલિકા દ્વારા મિનરલ પાણીના પ્લાન્ટ બનાવાયાં છે
મહેસાણા પાલિકા સંચાલિત મિનરલ પ્લાન્ટના પાણીને બન્યાં વેપલાનું માધ્યમ
ગરવી તાકાત, મહેસાણા તા. 23 – મહેસાણા નગરપાલિકાના સહયોગથી મહેસાણા શહેરના પ્રજાજનોને બે રૂપિયામાં ૧૦ લીટર મીનરલ વોટર અને પાંચ રૂપિયામાં ૧૦ લીટર ઠંડુ મીનરલ વોટર મળી રહે તે માટે શહેરના અલગ અલગ જગ્યાઓ પર એજન્સીઓને જગ્યા અને પાણી મફતમાં આપવામાં આવે છે. પરંતુ એજન્સીઓને મફતમાં મળતા પાણીનો કેટલીક એજન્સીઓ પાણીનો વેપાર ધંધો ચાલુ કરી દીધો છે અને મોટા મોટા વાહનોમાં આ મીનરલ વોટર પ્લાન્ટ પરથી સસ્તાદરે પાણી લઇ પાણીના કેરબાઓ ભરી મોંઘા ભાવે વેચાઇ થઇ રહેલ છે. મહેસાણા નગરપાલિકા દ્વારા મીનરલ વોટર પ્લાન્ટની એજન્સીઓને મફતમાં આપવામાં આવતાં પાણીનો ધંધાકીય વેપાર કરતી એજન્સીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા મહેસાણા પાલિકાના વિપક્ષના નેતા કમલેશ સુતરીયાએ રજૂઆત કરી છે સાથે સાથે મિનરલ પ્લાન્ટ પર પાણીના મીટર લગાવવામાં આવે તેમજ સીસીટીવી લગાવવામાં આવે જેથી મિનરલ પાણીના થતો ગેરકાયદેસર વેપલા પર રોક લગાવી શકાય.

મહેસાણાના શહેરીજનોને સસ્તાદરે મીનરલ પાણીની સુવિધા મળી રહે તે માટે મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં મીનરલ વોટર પ્લાન્ટ લગાવ્યાં છે જ્યાંથી શહેરીજનો ઠંડું અને મિડીયમ મિનરલ પાણીની સસ્તાદરે સુવિધા મળી રહે પરંતુ શહેરની જનતા માટે લગાવવામાં આવેલા આ મિનરલ વોટર પ્લાન્ટનું સંચાલન કરતી એજન્સીઓ દ્વારા મિનરલ વોટર પ્લાન્ટને વેપલાનું માધ્યમ બનાવી દીધું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. મહેસાણા નગરપાલિકાના વોટર વર્કસના ચેરમેનની મિલીભગતથી આ તમામ મિનરલ પાણીના વેપલાનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાના પણ આક્ષેપ થઇ રહ્યાં છે. જનતા માટે ઉભી કરેલી શુદ્ધ પાણીની સેવાનો સંચાલનકર્તાએ વેપલાનું માધ્યમ બનાવી તેનો ગેરકાયદેસર રીતે દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અને ખાનગી રાહે મિનરલ પાણીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. મહત્વની બાબત છે કે મહેસાણા પાલિકાના સત્તાધીશો જનતાની ભલાઇ માટે મળતી સેવાને પોતાના ફાયદાનું માધ્યમ બનાવી રહયાં છે.
મહત્વનું છે કે મહેસાણા શહેરમાં યોજાતાં વિવિધ કાર્યક્રમો તેમજ વિવિધ સમારોહમાં ખાનગી મિનરલ વોટર પ્લાન્ટમાં પાણી મોંઘુ મળે છે ત્યારે શહેરીજનોના હિત માટે બનાવવામાં આવેલા નગરપાલિકા સંચાલિત મિનરલ વોટર પ્લાન્ટમાં જાેઇએ તેટલી માત્રામાં મિનરલ વોટર મળી રહેતું હોવાથી તેનું સંચાલન કરતાં સંચાલનકર્તાઓ દ્વારા તેનો દુરઉપયોગ કરી વિવિધ સમારોહ તેમજ કાર્યક્રમો સહિત અનેક જગ્યાએ આ પાણીને વેપારનું માધ્યમ બનાવતાં આ બાબતે વિરોધ પક્ષના નેતાએ વિરોધ દર્શાવી આ ગેરકાયદેસર પ્રવૃતિ બંધ કરવા માટે રજૂઆત કરી છે.


