પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર ખાતે એરપોર્ટ બનાવવા 3 જગ્યાએ સર્વે કરાયો 

December 5, 2023

ગરવી તાકાત, મહેસાણા,તા.5 – દેશના લોક લાડીલા પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગરવાસીઓ માટે એક ખુશખબર મળી શકે છે. વડનગરમાં એરપોર્ટ બની શકે છે. વડનગરમાં એરપોર્ટ બનાવવા 3 જગ્યાએ ટીમ સર્વે કરશે.

યુનેસ્કોએ PM મોદીના જન્મસ્થળ વડનગરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં કર્યું સામેલ,  જાણો શું છે કારણ - Gujarati News | Why UNESCO included PM Modi s birthplace  Vadnagar in the list of ...

6 ડિસેમ્બરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગર જશે. એરપોર્ટ પ્રી-ફિઝીબીલીટી સ્ટડીની કામગીરી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ આવશે.મહેસાણા, વડનગર અને વિસનગર મામલતદારને પણ આ વિશે જાણ કરાઈ છે. અધિકારીઓને સૂચિત જગ્યાના 7/12, ગામનો નકશો અને સર્વેના સાધનો સાથે હાજર રહેવા સૂચના અપાઈ છે.

વડનગર, ગુંજા અને ચાંદપુરમાં એરપોર્ટ માટે ત્રણ ગામોના 159 સર્વે નંબરોની જમીનનો સમાવેશ થાય છે. નાગરિક ઉડ્ડયન કચેરી દ્વારા મહેસાણા જિલ્લાના અધિકારીઓને આ વિશે સૂચના અપાઈ છે. નિવાસી અધિક કલેકટર દ્વારા સ્થાનિક અધિકારીઓને પણ જરૂરી સૂચના અપાઈ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0