વડાપ્રધાન મોદી 18મીએ વડોદરાની મુલાકાતે : રોડ શો અને જંગી જાહેરસભા

June 7, 2022

ગરવી તાકાત ગાંધીનગર : 18મી જૂનના રોજ પીએમ મોદી એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે. સી.આર પાટીલે આ અંગેની જાહેરાત કરી છે. પીએમ મોદી વડોદરા એરપોર્ટથી આજવા રોડ લેપ્રસિ મેદાન સુધી 4 કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે. ત્યારબાદ લેપ્રસિ મેદાન ખાતે 5 લાખ લોકોની જંગી સભાને સંબોધશે. પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે તંત્રએ તૈયારીઓ અત્યારથી હાથ ધરી છે. સી.આર.પાટીલે લોકોને મહોલ્લા સજાવવા, રંગોળી દોરવા, ઝંડા લગાવવા સહિત વાજતે-ગાજતે પીએમના કાર્યક્રમમાં પહોંચવા આમંત્રણ આપી દેવામાં આવ્યું છે.

વડોદરા એરપોર્ટ ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી, મેયર, સાંસદ, ભાજપ પ્રમુખ, મ્યુનિ કમિશનર સહિત અધિકારીઓની હાજરીમાં તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના રોડ શોના રૂટ પર શણગાર કરાશે, દબાણો દૂર કરાશે, રોડ પર કારપેટિંગ કરાશે. રોડ શોના રૂટ પર વિવિધ રાજ્યોની ઝલક દેખાડતી ઝાંખીઓ પણ મુકાશે. પીએમ મોદી મહિલા લાભાર્થી અને આવાસ યોજના લાભાર્થીઓને સંબોધન પણ કરશે.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ કમિટીના સભ્યોને કાર્યક્રમમાં 5 લાખ લોકોને ભેગા કરવા માટે જણાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, પીએમ મોદી સાથે જ 51 શક્તિપીઠોમાં એક પાવાગઢ યાત્રાધામ ખાતે મહાકાલિકા માતાજીના દર્શન કરી પાવાગઢની મુલાકાત લેશે. સાંઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજિત કાર્યક્રમમાં સીઆર પાટીલે જાહેરાત કરતા જણાવ્યું છે કે, ’18મી જૂનના રોજ  પીએમ મોદી વડોદરા આવશે.

તેમણે લોકોને જણાવ્યું છે કે, પીએમ મોદી જ્યારે વડોદરા આવે ત્યારે તેમનું સ્વાગત કરવા લોકો ઘરની બહાર નીકળે. આપણે ક્યારેય નહીં થયો હોય તેવો કાર્યક્રમ કરીશું. 5 લાખ લોકોને ભેગાં કરી આ કાર્યક્રમ કરીશું.’ પાટીલે જાહેર મંચ પરથી ભાજપ્ના કાર્યકરો અને લોકોને આ અપીલ કરી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0