વડા પ્રધાન મોદી ઝંઝાવાતી 12 સભા યોજી ગુજરાત ગજવશે, 131 બેઠકો ઉપર ભગવો લહેરાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

— ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપની સરકાર બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળ્યો : સુરત, ભાવનગર, અંબાજી, જામનગર, ભરૂચ, મોડાસા અને રાજકોટના જામ કંડોરણામાં ઝંઝાવાતી સભાઓ ગજવશે :

— 29,30 સપ્ટેમ્બર, 9-10 અને 11 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તમામ રણનીતિ વડા પ્રધાન સામે ફેઈલ થઈ જશે :

— અગાઉ 2002માં તત્કાલિન મુખ્યમંત્રી મોદીના શાસનકાળમાં ભાજપે 127 બેઠકો જીતી હતી તે રેકોર્ડ હજુ અકબંધ :

— 2002માં ભાજપ 131 સીટો જીતીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી નાખશે :

ગરવી તાકાત મહેસાણા :  રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળ્યો છે અને ટૂંકા સમયમાં ગુજરાતની મુલાકાતો દરમિયાન તેઓ રાજ્યમાં ફરી વળ્યા છે. વડા પ્રધાન મોદી નવરાત્રિમાં પણ ઝંઝાવાતી પ્રચાર માટે ફરી ગુજરાત આવી રહ્યા છે. તેમના સંભવિત કાર્યક્રમ મુજબ તેઓ આગામી ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે સુરત, ભાવનગર અને અંબાજીના કાર્યક્રમોમાં હાજરી આપશે. ૯,૧૦ અને ૧૧ ઓક્ટોબરે પણ તેઓ ગુજરાત આવશે અને અનુક્રમે ૯ ઓક્ટોબરે અરવલ્લીના મોડાસામાં સભાનું આયોજન કરવામાં આવનાર છે. ૧૦મી ઓક્ટોબરે જામનગર અને ભરૂચમાં જનસભાઓ સંબોધશે તો ૧૧મી ઓક્ટોબરના રોજ રાજકોટના જામ કંડોરણામાં જાહેર સભાને સંબોધન કરશે.

વિધાનસભાની ચૂંટણીને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકલા હાથે ગુજરાતનો મોરચો સંભાળ્યો છે અને ભૂજથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઝંઝાવાતી સંમેલન કરી ચૂક્યા છે અને વિરોધીઓને પડકાર ફેંકી રહ્યા છે. અગાઉ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નેતૃત્વમાં ભાજપે ૨૦૨૨માં ૧૨૭ બેઠકો જીતી હતી અને એ રેકોર્ડ હજુ ભાજપનો તૂટ્યો નથી ત્યારે ૨૦૨૨માં ભાજપ ૧૩૧ બેઠકો જીતીને સપાટો બોલાવી શકે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળ્યો છે અને ભાજપ સતત છઠ્ઠીવાર સરકાર બનાવશે.

અગાઉ વડા પ્રધાને મધ્ય ગુજરાતમાં ઝંઝાવાતી સભા સંબોધી હતી તો અગાઉ નવસારી તાલુકામાં આદિવાસી સંમેલનમાં સાડા લાખ લોકોને સંબોધ્યા હતા. આ પહેલાં તેઓ રાજકોટ આવ્યા હતા અને આટકોટમાં પણ દોઢ લાખથી વધારે જન મેદનીને સંબોધી હતી તો એ પહેલાં જામનગર, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના પ્રવાસે પણ આવી ચૂક્યા છે. વડા પ્રધાનના ગુજરાતના પ્રવાસને લઈ સ્થાનિક ભાજપના નેતાઓમાં ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ વડા પ્રધાનના ગુજરાતના કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે. આદિવાસી સમાજ પરંપરાગ કોંગ્રેસની કોર વોટબેન્ક રહી છે. આદિવાસી સમાજની રાજ્યમાં ૧૫ ટકા વસતિ છે અને તેની ૨૭ બેઠકો અનામત છે અને આ સિવાય ૧૦થી વધારે બેઠકો ઉપર આદિવાસી સમાજના મત નિર્ણાયક છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આદિવાસી સમાજના ૫૦ ટકાથી વધારે મત મળ્યા હતા જ્યારે ભાજપને ૩૫ ટકા અને અન્યના ખાતામાં ૧૦ ટકા મત ગયા હતા. ૨૦૦૭માં કોંગ્રેસને ૨૭માંથી ૧૪ બેઠકો મળી હતી તો ૨૦૧૨માં કોંગ્રેસને ૧૬ બેઠકો મળી હતી.

બનાસકાંઠાથી લઈ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને સૂરત સુધી આદિવાસી સમાજ ફેલાયેલો છે. દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજની મજબૂત વોટબેન્ક છે. આદિવાસી સમાજમાં અનેક પેટાજાતિઓ છે જેમાં ભીલ, દુબલા, ઘોડિયા, રાઠવા, વરલી, ગાવિત, કોકણા, નાપકડા, ચૌધરી, ધનકા, પટેલિયા અને કોળી (આદિવાસી)નો સમાવેશ થાય છે.અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં ૩૮ બેઠકો ઉપર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે અને આ બેઠકો ઉપર પકડ જમાવવા માટે ભાજપે જાેર લગાવ્યું છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના અંબાજીથી શરૂ કરીને છેક ઉમરગામના પટ્ટા સુધી આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. આદિવાસી સમાજનું પ્રભુત્વ ધરાવતી ૩૮ બેઠકો છે જેમાં ૨૭ બેઠકો અનામત છે.

૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૫, ભાજપને ૯, બીટીપીને ૨ અને અપક્ષને એક બેઠક મળી હતી. આદિવાસી સમાજ પરંપરાગત કોંગ્રેસ સાથે જાેડાયેલો છે પણ ભાજપને ૨૦૧૭ની ચૂંટણીમાં ૯ બેઠકો મળી હતી. ભાજપે આદિવાસી સમાજ ઉપર ફોકસ વધાર્યું છે અને વડા પ્રધાન મોદીએ પણ દાહોદમાં જ આદિવાસી સંમેલન કર્યું હતું. રાજ્યમાં આદિવાસી સમાજની અંદાજે ૧૫ ટકા જેટલી વસતિ છે અને વિધાનસભાની ૩૮ બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવે છે અને આ ૩૮ પૈકી ૨૭ બેઠકો અનામત છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવને શાંત કરવા માટે વડા પ્રધાને મોરચો સંભાળ્યો છે.

— નવરાત્રિમાં વડા પ્રધાનનો ઝંઝાવાતી પ્રચાર :

આવતા સોમવારે એટલે કે ૨૬મી સપ્ટેમ્બરથી નવરાત્રિની આરંભ થાય છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નવરાત્રિમાં પણ વડા પ્રધાન શાંતિથી બેસશે નહી અને ઝંઝાવાતી પ્રચાર કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરવા માટે વડા પ્રધાને મોરચો સંભાળ્યો છે અને વિરોધીઓમાં ખલબલી મચી છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બને અને ભાજપ ૧૩૧ બેઠકો જીતી ભાજપનો જ રેકોર્ડ તોડે તેના માટે વડા પ્રધાને ગુજરાત ઉપર ફોક્સ વધાર્યું છે.

— ભાજપ 131 બેઠકો જીતીને સપાટો બોલાવશે :

રાજ્યમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપના મૂળિયા મજબૂત થઈ ચૂક્યા છે. ભાજપ હવે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડવા આગળ વધી રહ્યો છે. ૨૦૦૨માં ભાજપે ૧૧૭ બેઠકો જીતી હતી અને હવે વડા પ્રધાન મોદી ૧૩૧ બેઠકો જીતીને સપાટો બોલાવી શકે છે. વડા પ્રધાન આવતા મહિને એટલે કે ઓકટોબરમાં પણ ગુજરાતમાં ત્રણ દિવસ આવવાના છે અને જેના કારણે ભાજપમાં ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે. વડા પ્રધાન મોદીના જાદૂઈ કરિશ્માથી ભાજપ ૧૩૧ બેઠકો જીતી સરકાર બનાવશે તેવા સંકેત મળી રહ્યા છે.

તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.